Gujarat

બકરી ઈદ ના નિમિત્તે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે DYSP ની હાજરીમાં શાંતી સમિતિની મિટીંગ યોજાઈ….

તારીખ-૧૦-૭-૨૦૨૨ ને રવિવાર ના રોજ બકરી ઈદ નો તહેવાર છે.ત્યારે બોટાદ જીલ્લા રાણપુર પોલીસ સ્ટેશન ખાતે DYSP એમ.બી.વ્યાસ તથા ઈન્ચાર્જ PSI વાય.એ.ઝાલા ની આગેવાની માં શાંતી સમિતીની મિટીંગ યોજાઈ હતી.શાંતી સમિતિ ની મિટીંગ માં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.DYSP એમ.બી.વ્યાસે આગેવાનો ને જણાવ્યુ હતુ કે બકરી ઈદ ના દિવસે કોઈ સમાજ ની ધાર્મિક લાગણી નો દુભાય તેવી રીતે ઉજવણી  થાય અને બકરી ઈદ ની શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવે તેવુ જણાવ્યુ હતુ…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *