Gujarat

બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લુધીયા ગામની સીમમાથી જુગારધામ પકડી પાડતી બગસરા પોલીસ ટીમ

બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લુધીયા ગામની સીમમાથી જુગારધામ પકડી પાડતી બગસરા પોલીસ ટીમ

શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમાં પ્રોહી તથા જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલીનાઓ અમરેલી જીલ્લામાંથી દારૂ તથા જુગારની બદીને નેસ્તાનાબુદ કરવા તેમજ આવા દારૂની તથા જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જે.પી.ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલીનાઓના આ બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ શ્રી એ.એમ.દેસાઇ સાહેબ પો.ઇન્સ. બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા બગસરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૯૨૨૦૩૨૩૮૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય જેમાં સુંધીયા ગામની સીમમા થી નવ ઇસમો જાહેરમા ગંજીપતાના પાના તથા પૈસા વડે તીન પતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ. ૪૬,૩૧૦/- તથા જુદી જુદી કંપીનીના મોબાઇલ નંગ-૦૯ જેની કુલ કિ.રૂ. ૩૬,૫૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-પર કિ.રૂ. ૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૮૨,૮૧૦/-ના જુગાર લગત સાહિત્ય સાથે નવેય ઇસમો પકડી પાડેલ હોય જે અનુસંધાને ઉપરોકત નંબર થી ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ- આ કામે આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૪૬,૩૧૦/- તથા જુદી જુદી કંપીનીના મોબાઇલ નંગ -૦૯ જેની કુલ કિ.રૂ. ૩૬,૫૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-પર કિ.રૂ. ૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૮૨,૮૧૦/- કબ્જે કરવામાં આવેલ છે

આરોપી:

(૧) બચુભાઇ રાણાભાઇ શેખ ઉ.વ.૬૫ ધંધો ખેતી રહે. બગસરા કામળીથા સાહેબની શેરીમાં તા.બગસરા જી.અમરેલી (૨) ધનશ્યામભાઇ મનજીભાઇ હીરપરા ઉ.વ.૫૪ ધંધો ખેતી રહે.ભલગામ તા.વિસાવદર જી.જુનાગઢ (૩) મનુભાઇ પોપટભાઇ રફાળીયા ઉ.વ.૫૦ ધંધો.ખેતી રહે.ભાડેર તા.ધારી જી.અમરેલી (૪) ભરતભાઇ પાંચાભાઇ ગઢીયા ઉ.વ.૪૫ ધંધો.ખેતી રહે.માલસીકા તા.ધારી જી.અમરેલી (૫) ઘનશ્યામભાઇ કાળુભાઇ ગઢીયા ઉ.વ.૩૮ ધંધો ખેતી રહે.ભાડેર તા.ધારી જી.અમરેલી (૬)મુકેશભાઇ નાથાભાઇ પાધડાળ ઉ.વ.૪૩ ધંધો કોટાનો સ્ટુડીયા રહે.બગસરા-બાલમંદીર ચોક તા.બગસરા જી.અમરેલી (૭) ચંદુભાઇ નાનજીભાઇ સતાણી ઉ.વ.૪૮ ધંધો ખેતી રહે.બગસરા ગોકળપરા તા.બગસરા (૮) કલ્પેશભાઇ ભીમભાઇ ગઢીયા ઉ.વ.૪૦ ધંધો.ખેતી રહે.ભાડેર તા.ધારી જી.અમરેલી

(૯) ભાર્ગવભાઇ હાથીભાઇ વાળા ઉ.વ.૩ર ધધો.ખેતી રહે.લુધીયા તા.બગસરા જી.અમરેલી આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.એમ.દેસાઇ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના હેડ કોન્સ. જયરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્સ. મેહુલભાઇ મકવાણા તથા પો.કોન્સ સુલ્તાનભાઇ પઠાણ તથા પો.કોન્સ. આલ્કુભાઇ વાળા તથા બગસરા પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.

IMG-20220604-WA0006-0.jpg IMG-20220604-WA0005-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *