બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી રોયલ્ટી વગર રેતી ચોરી કરતા ઈસમની વાહન સહીત કુલ કિં. રૂ.૨,૦૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી બગસરા પોલીસ ટીમ
શ્રી અશોકકુમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમાં પસાર થતી નદીઓના પટમાંથી રેતી ચોરી કરી, પર્યાવરણને નુકસાન કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા, રેતી ચોરી સદંતર બંધ કરવા સૂચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલીનાઓ અમરેલી જીલ્લામાં રેતી ચોરી કરતા ઈસમોને પકડી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય તેમજ શ્રી જે.પી.ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલીનાઓના આ બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ શ્રી એ.એમ.દેસાઇ સાહેબ પો.ઇન્સ. બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા બગસરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૯૨૨૦૩૨૧/૨૦૨૨ આઇ.પી.સી. ૬. ૩૭૯,૧૧૪ તથા એમ.એમ.ડી.આર. ક. ૨૧ તથા એમ.વી.એક્ટ ક. ૩, ૧૮૧ મુજબનો ગુનો બગસરા ટાઉનમાં બનેલ હોય આ કામના તહો.નં.(૧) નાએ ગેર કાયદેસર વગર પાસ પરમીટે તથા ડ્રાઈવિંગ લાયસન્સ તથા ટ્રેક્ટરના આર.ટી.ઓ. લગત સાધનિક કાગળો વગર પોતાના હવાલા વાળા ટ્રેક્ટર જેના રજી.નં જીજે.૧૪ એપી,૭૮૧૦ ની સાથેની ટ્રોલી જેના રજી.નં જીજે.૧૪.એક્સ.૯૦૭૫મા આશરે ૦૪ ટન રેતી જેની કિ. રૂ.૨૦૦૦/- તથા ટ્રેક્ટર તથા ટ્રોલીની કિ. રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૦૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તહો.નં ૨ નાએ મદદગારી કરી હાજર નહી મળી આવી ગુન્હો કરેલ હોય જે અનુસંધાને ઉપરોકત નંબર થી ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
આરોપી
(૧) ચેતાનભાઇ જરૂભાઇ અમલીયાર ઉ.વ.૨૯ ધંધો ડ્રાઈવિંગ રહે. મૂળ છોટે મંડલી તા.પીટોઝ જિ જામવા(એમપી). હાલ બગસરા અમરેલી બાયપાસ, તા.બગસરા જિ. અમરેલી (ર) આસિફભાઈ રહે. બગસરા,
પકડાયેલ મુદ્દામાલ:
ટ્રેક્ટર રજી.નં જીજે.૧૪ એપી.૭૮૧૦ જેની સાથેની ટ્રોલી રજી.નં જીજે૧૪.એક્સ.૯૦૭૫ કિ.રૂ, ૨,૦૦,૦૦૦/- તથા આશરે ૪ ટન રેતી જેની કિ.રૂ. ૨૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૨,૦૨,૦૦૦/
આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ.દેસાઇ ના માર્ગદર્શન હેઠળ ટાઉન બીટ એ.એસ.આઈ. કે.એમ ડાભી તથા ટાઉન બીટ સ્ટાફ જોડાયેલ હતા.



