પાલનપુર
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્રારા ધો. ૧૦ અને ૧૨ બોર્ડના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કારાયો હોઈ બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ દ્રારા આ બોર્ડની પરિક્ષાને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં ૧૪ તાલુકાના વિવિધ ૧૦૨ કેન્દ્રની ૨૭૫ બિલ્ડીંગમાં તા.૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ દરમિયાન પરીક્ષા લેવામાં આવશે. જેમાં ધો.૧૦માં ૫૩૯૬૦, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૬૨૪૨ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૪૩૭૧ મળી કુલ ૮૪૫૮૩ વિદ્યાર્થીઓ બોર્ડની વાર્ષિક પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતી ન આચરાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે સીસીટીવી કેમરા ન ધરાવતા આઠ બિલ્ડીંગમાં ટેબલેટ અને બાકીના બિલ્ડીંગમાં સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ પરિક્ષા લેવામાં આવશે.બનાસકાંઠા જિલ્લામાં ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની આગામી તા. ૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ દરમિયાન વાર્ષિક પરીક્ષા યોજાશે. જેમાં જિલ્લાના વિવિધ ૧૦૨ કેન્દ્રોની ૨૭૫ બિલ્ડીંગમાં સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ પરીક્ષા યોજાશે. ધો. ૧૦ અને ૧૨ના મળી કુલ ૮૪૫૮૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
