બનાસકાંઠા
વંદે ગુજરાત યાત્રા દરમ્યાન રાજ્ય સરકારના મંત્રી, વિવિધ મહાનુભાવો અને અગ્રણીઓ દ્વારા ૨૩૩ કામોનું ખાતમુહૂર્ત, ૨૯૭ કામોનું લોકાર્પણ સાથે કુલ-૪૨૪ વિકાસ કામો કરવામાં આવ્યા હતા. આ સમગ્ર યાત્રા દરમ્યાન ગામે ગામ લોકોએ રથનું સ્વાગત કર્યું હતું અને ઉમળકાભેર યાત્રામાં જાેડાઈ સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર બન્યા હતા. આ યાત્રા દરમ્યાન જિલ્લાના કુલ-૫૨,૯૪૧ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યાત્રાને સફળ બનાવી હતી. જિલ્લામાં ચાર રૂટ પ્રમાણે ચાર રથ મૂકવામાં આવ્યા હતા. પાલનપુર તાલુકાના ચંડીસર ગામેથી શિક્ષણ રાજય મંત્રી કુબેર ડીંડોરે વંદે ગુજરાતના રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તેવી જ રીતે અલગ અલગ તાલુકાઓમાં મહાનુભાવોએ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. દરેક ગામમાં રથના આગમન પૂર્વે યોગાસન, પ્રભાત ફેરી, ચિત્ર સ્પર્ધા, આંગણવાડી બહેનો દ્વારા વાનગી સ્પર્ધા, વૃક્ષારોપણ, કોવિડ રસીકરણ અને પશુ સારવાર કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો ગ્રામ્યકક્ષાએ યોજવામાં આવ્યા હતા. રથના આગમન પ્રસંગે ખાતમુહૂર્ત, લોકાર્પણ અને વિવિધ વિકાસ કામોની જાહેરાત દ્વારા સરકારની ૨૦ વર્ષની સિદ્ધિઓ અને પ્રજાલક્ષી વિકાસ કામોથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. રથના રાત્રિ રોકાણ દરમ્યાન જે તે ગામમાં વિવિધ કલાકારો દ્વારા લોકડાયરા અને ભવાઈ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતાબનાસકાંઠા જિલ્લામાં ૫ જુલાઈ થી ૨૦ જુલાઈ દરમ્યાન વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લાના તમામ ૧૪ તાલુકાના ગામડાઓમાં કુલ ૪ રથ દ્વારા ૧૪૨ જેટલાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા પંચાયતની ૬૬ સીટો પર ૧૩૨ કાર્યક્રમો અને ૬ નગરપાલિકા વિસ્તારોઓમાં ૧૦ કાર્યક્રમો મળી કુલ-૧૪૨ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
