*અંબાજી મંદિરે નામ જાહેર થતાં લાઘુભાઈ પારગીએ કર્યા માઁ અંબાના દર્શન*
વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પાર્ટી દ્વારા તેમના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ તેમના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે દાંતા વિધાનસભા 10 માં લાભુભાઈ પારગી ઉપર ભાજપા દ્વારા વિશ્વાસ મૂકવામાં આવ્યો છે લાધુભાઈ પારગી નું નામ જાહેર થતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી અને લાધુભાઈ પારગીને હરખથી વધાવી લીધા હતા ઠેર ઠેર લાધુભાઈ પારગીના સ્વાગત સત્કાર કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યા હતા અને લાધુભાઈ પારગી નું નામ જાહેર થતાં તે અંબાજી મંદિર ખાતે માઁ અંબાના આશીર્વાદ લેવા આવી પહોંચ્યા હતા
લાધુભાઈ પારઘી વનવાસી શેત્ર માંથી આવે છે મોટી નામના ધરાવે છે લાધુભાઈ પારઘી કોંગ્રેસ ના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી ને ટક્કર આપી શકે છે લાધુભાઈ પારગીને ટિકિટ મળતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તોમાં ઉત્સામાં વધારો જોવા મળ્યો હતો અને કાર્યકર્તા દ્વારા લાધુભાઈ પારગીને હર્ષથી વધાવી લીધા હતા લાધુભાઈ પારગી એ જણાવ્યું હતું કે ઉચ્ચ નેતૃત્વના પદ અધિકારીઓએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તેના ઉપર હું ખરો ઉતરીશ અને જનતા સમક્ષ ભાજપાના વિકાસના કાર્યને લઈ જઈશ અને હું પોતે પણ વનવાસી ક્ષેત્રમાંથી આવું છું માટે હું વનવાસી ક્ષેત્રમાં પડતી તકલીફોથી જાણું છું
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

