ગૌમાતા ને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવામાં આવે અને ગૌહત્યા મુક્ત ભારતનુ નિર્માણ કરવામાં આવે.
આ રાષ્ટ્રહિત ની માંગ સાથે 11 જાન્યુઆરી 2021 થી દિલ્હી, જંતર – મંતર ખાતે આહીર અર્જુનભાઇ આંબલિયા (82005 89805) અનિશ્ચિત સમય ધરણા પર બેઠા છે.
ત્યારે ૦૩ ફેબ્રુઆરી 2022 ના રોજ અર્જુનભાઇ આંબલિયા એ વસંતભાઇ રબારી ના નેતૃત્વ માં દિલ્હી પરબતભાઇ પટેલ ના નિવાસ સ્થાને મુલાકાત કરી અને ગાય માતા ને રાષ્ટ્રમાતા નુ સન્માન આપી મૌલિક અધિકાર આપી સમગ્ર ભારત માં ગૌહત્યા બંધ થાઇ આ મુદા પર વિસ્તાર થી માહિતી પરબતભાઇ પટેલ સમક્ષ રજુ કરી ત્યારે પરબતભાઇ પટેલ એ કેન્દ્ર સરકાર સુધી ગાય માતા માટે ની લડતનો મુદ્દો પોહચાડવા નું વચન આપ્યું આપી.
ત્યારે અર્જુન આંબલિયા ને સમર્થન કરતા સાધુ – સંતો , ગૌભક્તો ,ગૌ રક્ષકો , ગૌપાલકો , ગૌપ્રેમીઓ માં ખુશી જોવા મળી.
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર


