Gujarat

બલિઠા બ્રિજનું કામ કોન્ટ્ર્‌કટરને જુના ભાવે ન પરવડતા કામ અટક્યું

વલસાડ
વાપી નજીક બલિઠા ખાતે રેલવે ફાટક પર ૨ વર્ષથી બ્રિજ નિર્માણની કામગીરી હાથ ધર્યા બાદ કોરોનામાં કામગીરી અટકી પડી હતી. અને જૂના ટેન્ડર મુજબ કોન્ટ્રાકટરને પણ તે પરવડી શકે તેમ ના હોય કોન્ટ્રાક્ટરે નવા ભાવ સાથેની ટેન્ડર પ્રક્રિયા કરીને બ્રિજ નિર્માણ કરવાની રજુઆત કરી હતી. જાે કે એક તરફ વાપી રેલવે પરનો ઓવરબ્રિજ પણ તોડવાનો હોય અને તેના ટ્રાફિકને બલિઠા આરઓબી પર ડાયવર્ટ કરવો પડે તેમ હોય પીડબ્લ્યુ ના અધિકારીઓએ નાણાપ્રધાન કનું દેસાઈ ની દરમ્યાનગીરી બાદ બલિઠા આરઓબી નું કામ તેજગતિએ શરૂ કરાવ્યું હતું. જે માટે છેલ્લા ૧૫ દિવસથી બલિઠા ફાટક બંધ કરી બ્રિજના પિલરના ફાઉન્ડેશન માટે ખાડા ખોદી સ્ટીલ-સિમેન્ટ કોન્ક્રીટ ના પિલર ઉભા કરવાની કામગીરી હાથ ધરી હતી. જાે કે અચાનક જ મંગળવારે ફાઉન્ડેશન માટે ખોદેલા ખાડા જેસીબી વડે બુરી દેવાના અને તેમાં પાથરેલ સ્ટીલ બહાર કાઢવાની કામગીરી જાેઈ ગામલોકોમાં અચરજ ફેલાયું હતું. જેથી ગામલોકોએ આ અંગે પૃચ્છા કરતા વિગતો મળી હતી કે કામ માટે રિટેન્ડરિંગ કરી નવા ભાવે કામ આપવાની વાત અધિકારીઓએ કરી હતી. જે બાદ તેઓ ફરી જતા કોન્ટ્રાકટર ને જુના ભાવે કામ પરવડે તેમ ના હોય કામ અટકાવી દીધું છે. અને ટ્રાફિકની સમસ્યા ના સર્જાય એ માટે ફાઉન્ડેશન માટે ખોદેલા ખાડામાં જેસીબી વડે પુરાણ કરી ફરી યથાસ્થિતિમાં લાવી રહ્યા છે. કોરોના કાળ બાદ આ બ્રિજની અટકી પડેલી કામગીરીને નવા ભાવે આપવા કોન્ટ્રાક્ટરે રજુઆત કરી હતી. કેમ કે હાલમાં સિમેન્ટ, સ્ટીલ સહિતની તમામ ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે. જાે કે તે બાદ પીડબ્લ્યુના અધિકારીઓએ આ અંગે ખાતરી આપતા કામગીરી શરૂ કરી હતી. હવે તેમાં અંદરખાને કંઈક રંધાઈ જતા કોન્ટ્રાક્ટરે કામગીરી અટકાવી દીધી છે. હાલના સંજાેગો જાેતા હવે ચોમાસા સુધી આ બ્રિજ બને તેવી કોઈ શકયતા નથી એને કારણે વાપીનો રેલવે બ્રિજ પણ ચોમાસા પહેલા તૂટશે નહિ અને જાે તોડશે તો વાપીમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બનશે.વાપી નજીક બલિઠા ખાતે નિર્માણ થઈ રહેલા આરઓબીનું કામ ફરી અટક્યું છે. ૧૫ દિવસથી બ્રિજ નિર્માણની શરૂ કરેલી કામગીરીમાં કોન્ટ્રાકટરને જુના ભાવે જ કામગીરી કરવાની સૂચના પીડબ્લ્યુડીના અધિકારીઓએ આપી હોય, જૂનો ભાવ કોન્ટ્રાક્ટરને પરવડે તેમ ના હોય તેને કારણે આ કામગીરી અટકી હોવાની વાત સ્થાનિક લોકોમાં વહેતી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *