સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
બસ હવે આજની રાત જીતના દાવા પ્રતિદાવા વચ્ચે પસાર કરવાની છે. આવતીકાલે રાત સુધીમાં તો સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.. પછી શરૂ થશે કોઈ જીતા કોઈ હારા, સુન ચંપા સૂન તારા.. એકઝીટ પોલની અફીણી અસર કાલે રાત્રે ઉતરી જશે.. ખાસકરીને સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય કોણ થશે.? જનતા કોના ગળામાં વિજય નો હાર પહેરાવશે? અને કોને હારનુ મોં દેખાશે? એ આવતીકાલે સ્પષ્ટ.. સટોસટોડિયાના સટ્ટાનું પરિણામ પણ આવતીકાલે જાહેર થઈ જશે.. જો કે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના સંભવિત ધારાસભ્ય તરીકેનું આકલન પણ દરેક પક્ષો અને એક્ઝિટ પોલ પોત પોતાની ગણતરી મુજબ કરે છે. પરંતુ એક્ઝિટ પોલ કે વ્યક્તિએ કરેલું આકલન ઘણી વખત ધાર્યા કરતાં ઉલટું પણ પડે છે. જ્યોતિષનું જ્યોતિષશાસ્ત્ર પણ ઘણી વખત ઉલટું સાબિત થાય છે. એટલે આ આખરી રાત પડખાં ફેરવીને કાઢી નાખવી. આવતીકાલે શરુ થશે હાર જીતનાં લેખાજોખા. જો લાગે તો બાણ નહિં તો થોથાં. એક વાત અહીં મહાભારતના પ્રસંગને અનુલક્ષીને કરીએ તો જ્યારે કૃષ્ણ પરમાત્મા પાંડવો પાસેથી વિદાય લે છે ત્યારબાદ ગાંડીવધારી અર્જુનને પણ કાબા લૂંટી જાય છે. એટલે જ કહેવાયું કાબે અર્જુન લૂંટયોં વહીં ધનુષ્ય વહીં બાણ. જ્યાંસુધી કૃષ્ણ પરમાત્મા પાંડવો સાથે હતાં, વિજય નિશ્ચિત હતો પરંતુ જેવાં સુદર્શનચક્ર ધારી વિદાય થતાં હાર જ નિશ્ર્ચિત થઈ. આ રાજકીય કુરુક્ષેત્રમાં પણ સામે ગમે તેવા મહારથી હોય પરંતુ ક્યારેક આપણાં સલાહકાર કે માર્ગદર્શક પર પણ હાર જીતનો મદાર હોય છે. બસ એમ જ તેજીને ટકોર.. વધુ વિગતો આવતીકાલે..
