Gujarat

બહાઉદ્દીન ગવર્મેન્ટ આર્ટસ કોલેજ ખાતે ૩૬મી નેશનલ ગેમ્સ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

જૂનાગઢ બહાઉદ્દીન આર્ટસ કોલેજના શારીરિક શિક્ષણ અને રમતગમત વિભાગ દ્વારા ૩૬ મી નેશનલ ગેમ્સના આયોજન નિમિત્તે નેશનલ ગેમ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી ડો.પી.વી બારસીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

આ તકે  ૩૬ મી નેશનલ ગેમ્સ મોબાઇલ એપ્લિકેશન માસ્કોટ અને નેશનલ ગેમ્સ એન્થમનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્યશ્રી ડો. પી વી બારસીયા એ ૩૬મી  નેશનલ ગેમ્સ વિશે પ્રવચન આપી સૌને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રાંત અધિકારી શ્રી ભૂમિબેન કેશવાલા ઉપસ્થિત રહયા હતા.

 કોલેજના પી.ટી.આઈ ડો.એમ. આર. કુરેશી  એ ફિટ ઇન્ડિયા અંતર્ગત સૌને તંદુરસ્ત અને નિરોગી રહેવા માટેની શપથ લેવડાવી હતી. નોડલ ઓફિસર તરીકે શ્રી અરવિંદભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને અંતે શ્રી અમીનભાઈ સમા એ  આભાર વિધિ કરી હતી. કાર્યક્રમમાં ડો. પ્રવીણભાઈ સોલંકીએ  કાર્યક્રમનું સંચાલન કર્યુ હતુ.

અંતે મુખ્ય અતિથી શ્રી ભૂમિબેન કેશવાલા અને કોલેજના અધ્યાપિકા ડો. દીનાબેન લોઢીયા વચ્ચે બેડમિન્ટન મેચ રમાડવામાં આવી હતી. ત્યારબાદ ૩૬મી નેશનલ ગેમ્સ જાગૃતિ માટે કબડ્ડી, વોલીબોલ, હેન્ડબોલ જેવી રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સમગ્ર સ્ટાફગણ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *