જૂનાગઢની ઐતિહાસિક વારસો ધરાવતી બહાઉદ્દીન સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ પણ સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો છે. રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા પ્રદેશ યુવા ઉત્સવમાં જૂનાગઢની બહાઉદ્દીન સાયન્સ કોલેજના ઓજા શીખા એ નિબંધ સ્પર્ધામાં પ્રથમ અને કડછી બ્રીન્દા એ ચિત્રકલામાં ત્રીજા ક્રમ હાંસલ કરી વિજેતા થયા છે. તેઓની આ સિદ્વિ માટે બહાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડો.આર.પી.ભટ્ટ, સાંસ્કૃતિક પ્રવૃતિ ઝોન-૭ના કન્વીનરશ્રી ભાવેશભાઇ દેવધરિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિત કોલેજ પરિવારે હાર્દિક અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાએ વિજેતા થવા માટે શુભેચ્છાઓ આપી હતી.
રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા તા.૧૩/૧૨/૨૦૨૨ના રોજ આ પ્રદેશ યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
