Gujarat

બહાદરપુર શ્રી દ્વારકેશ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ રેલી કાઢી

છોટા ઉદેપુર
વિધાનસભાની ચૂંટણીના ડમડમિયા વાગી રહ્યા છે. ચૂંટણી તંત્ર પણ મહત્તમ મતદાન કરવા માટે મતદારો પ્રેરાય એ માટે પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના બહાદરપુર શ્રી દ્વારકેશ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આજે મતદાન જાગૃતિ રેલી કાઢી મતદાન જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતિ લાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવે છે. ત્યારે બહાદરપુરની શ્રી દ્વારકેશ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા “મારુ ગામ ૧૦૦% મતદાન”, “જાગૃત બનો, મતદાન કરો” ના સૂત્રો ઉચ્ચારીને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

File-01-Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *