Gujarat

બાંટવા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોવીડ ન્યાય યાત્રા નો કાર્યક્રમ યોજાયો

આજરોજ બાંટવા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ ન્યાય યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્યાસા ચોક બાંટવા ખાતે થી કોવિડ ન્યાય યાત્રા કાઢવામાં આવી હતી જે જવાહર રોડ થઈ શિવાજી ચોક થી એમ.જી.રોડ થય આઝાદ ચોક થય વી.પી.રોડ થય હવેલી ચોક તથા બસ સ્ટેન્ડ થય પટેલ બોર્ડીગ ખાતે કોવિડ ન્યાય યાત્રા પુરી કરી માણાવદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ જેમાં જણાવેલ કે ગુજરાત રાજ્યમાં કોરોના થી મૃત્યુ પામેલાના વારસદારો ને કોરોના સહાય માત્ર ૫૦૦૦૦ અપાયેલી હોય જે ખુબજ નજીવી હોય જે ચાર લાખ આપવા માંગણી કરવામાં આવી છે તથા કોરોના પાછળ દર્દીને થયેલા દવા સારવાર માટે જે ખર્ચ થયેલા છે તે માટે યોગ્ય વળતર ચુકવવામાં આવે તથા કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓનાં એક વારસદારને કાયમી સરકારી નોકરી આપવામાં આવે કેન્દ્ર તથા ગુજરાત સરકાર કરોડોની માફી ઉદ્યોગ જગતને આપે તથા કરોડોની કિંમતના પ્લેન કાર ખરીદી શકતી હોય, કરોડોની જાહેરાતોની પાછળ મસમોટા ખર્ચાઓ કરી શકતી
 હોય તો કોરોના થી મૃત્યુ પામેલાના વારસદારોને સહાય ચાર લાખ તથા કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓનાં એક વારસદાર ને કાયમી સરકારી નોકરી આપી શકે છે સંવેદનશીલ સરકારે આ બાબતે માનવિય અભિગમ દાખવી ત્વરિત ઉક્ત બાબતે નિર્ણય લેવો જોઈએ તેવી લોકોના હિતમાં માંગણી કરવામાં આવી છે આ ન્યાય યાત્રા નાં કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી ઉપાધ્યક્ષ રાણાભાઇ નગાભાઇ કોડીયાતર, શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ જુણાજીભાઇ રાઠોડ,ઉપ પ્રમુખ નારણભાઈ મેઘાભાઇ ચોહાણ, નયનભાઈ ભોજાભાઈ વાઢેર, વેપારી આગેવાન વિરેન્દ્રસિંહ બાબુભાઈ ચાવડા, મંત્રી લખમણભાઇ જેઠાભાઈ પરમાર, શહેર કોંગ્રેસ યુવાદળ પ્રમુખ સુરેશભાઈ હરીરામ મીઠવાણી, શહેર સેવાદળના પ્રમુખ વિનોદભાઈ ખીમાભાઇ ચાવડા, શહેર કોંગ્રેસ મહામંત્રી વિનોદકુમાર ચેતનદાસ કાંજાણી, વોર્ડ સંયોજક રમુગીરી તથા ગોવિંદભાઈ જીવાભાઈ કરમટા રેલીમાં જોડાયા હતા
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

IMG_20220113_143531.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *