Gujarat

બાગાયતી ખેતી માટે સામાન્ય જાતીના ખેડુતો માટે આઈ ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાશે.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
નાયબ બાગાયત નિયામકશ્રી, નડિયાદ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૨-૨૩નાં માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે ડ્રેગન ફ્રુટ “કમલમ ફ્રુટનો વાવેતર વિસ્તાર વધારવા માટે સહાય, કોમ્પ્રીહેંસિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, મિશન મધમાખી કાર્યક્રમ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, ફળ પાકો જેવા કે કીવી, પેશન ફ્રૂટ વગેરે, નાની નર્સરી (૧. હે), જુના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે, પ્રાઇમરી મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનીટ, રાઇપનિંગ ચેમ્બર (મહત્તમ ક્ષમતા ૩૦૦ મે. ટન), મશરૂમ ઘટક ઉત્પાદન એકમ, મશરૂમ ઘટક કમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ, મશરૂમ ઘટક સ્પાન મેકિંગ યુનિટ, મેઇન્ટેનન્સ અને ઓઇલપામમાં આંતરપાક માટે ઇનપુટ ખર્ચ, ઓઇલપામ માટે બોરવેલ/ પંપ સેટ/ વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર, ઓઇલપામ માટે લણણીના સાધનો, ઓઇલપામ માટે મીની ટ્રેકટર, ઓઇલપામ ફેશ ફુટ બંચીસના ટેકાના ભાવ જુના તેલપામના બગીચાની ફેરબદલી માટે, ટુલ્સ,ઇકવીપમેન્ટ,સોટીંગ/ટ્રેડીંગના સાધનો (વજનકાંટા,તાડપત્રી પ્લાસ્ટીક ક્રેટસ), જેવા કુલ ૨૦ બાગાયતી ઘટકો માટે જીલ્લાના દરેક ખેડૂતો માટે સરકારશ્રી દ્વારા I-khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે.
આ યોજનાઓમાં લાભ લેવા માંગતા ખેડા જીલ્લાના ખેડૂતોએ I-khedut (www.ikhedut.gujarat.gov.in) પોર્ટલ પર તા ૧૯/૧૨/૨૦૨૨ થી તા. ૧૫/૦૧/૨૦૨૨ સુધીમાં ૩ તથા પ્રોજેક્ટ બેઝ ઘટકો માટે ૩૧/૦૧/૨૦૨૩ સુધી અરજી કરવાની રહેશે.
ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીપત્રકની પ્રિંટ આઉટ લઇ અરજીપત્રકમાં અરજદારે સહી અથવા અંગુઠાનું નિશાન કરી, આધાર કાર્ડની નકલ ,૭/૧૨ અને ૮-અની અસલ નકલ આધાર લિંક બેંક પાસબુકની પહેલા પાનાની નકલ અને કેન્સલ ચેક, જાતીનો દાખલો મેળવી દિન-૭ માં નાયબ બાગાયત નિયમકશ્રીની કચેરી રૂમનં. ૪-૫, બ્લોક “ડી”, સરદાર પટેલ ભવન,નડીયાદ-૩૮૭૦૦૧. ખાતે રૂબરૂ કે ટપાલ દ્વારા પહોંચાડવાની રહેશે. ત્યાર બાદ જ તેઓની અની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

images-14.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *