Gujarat

બાબરાના વાંકીયા ખાતેના ફાયરિંગ બટ વિસ્તારમાં પોલીસકર્મીઓની ફાયરિંગ પ્રેક્ટિસને અનુલક્ષીને પ્રવેશબંધી

અમરેલી
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાંકિયા ગામ ખાતેની સરકારી પડતર જમીન ફાયરિંગ બટ માટે નક્કી કરવામાં આવી છે. પોલીસકર્મીઓની વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ ૧ ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે. જેના અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી રે.સ.ન. ૬૦૧, હે-૩-૮૮-૬૩ ચો.મી. વાળી સરકારી પડતર જમીનમાં ગોળીબાર પ્રેક્ટિસ દરમિયાન તમામને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ફાયરિંગ જમીન માટે નક્કી કરવામાં આવેલી જમીનની ફરતે તાર ફેન્સીંગ કરી તેની બાહ્ય સીમા નક્કી કરવામાં આવી છે. તેની ચારે તરફની બાહ્ય સીમાથી ૧૦૦ મીટરના અંતર સુધી ૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન તમામને અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી
Attachments area

IMG-20220124-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *