Gujarat

બાબરા તાલુકાના ઉટવડ ગામે જુગાર રમતા પાંચ ઇમસોને રોકડ, મોબાઇલ ફોન સહિત કુલ કિં.રૂ.૩૧,૫૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમે ગઇ કાલ તા.૧૫/૧૧/૨૦૨૨ નાં રોજ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે ઉટવડ ગામે રેઇડ દરમ્યાન પાંચ ઇસમોને જાહેરમાં જુગાર રમતા રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, પાંચેય ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે
પકડાયેલ આરોપીઃ-
(૧) સંજય હમીરભાઇ ડાભી, ઉ.વ.૩૬, રહે.ઉટવડ, તા.બાબરા, જિ.અમરેલી
(૨) ધનશ્યામભાઇ બાઘાભાઇ રાસીયા, ઉ.વ.૪૩, રહે.ઉટવડ, તા.બાબરા, જિ.અમરેલી
(૩) વિપુલ બાબુભાઇ મકવાણા, ઉ.વ.૨૮, રહે.ઉટવડ, તા.બાબરા, જિ.અમરેલી
(૪) દીનેશ જાદવભાઇ ડાભી, ઉ.વ.૩૮, રહે.ઉંટવડ, તા.બાબરા, જિ.અમરેલી
(૫) રાજુ ભગવાનભાઇ ડાભી, ઉ.વ.૩૫, રહે.ઉટવડ, તા.બાબરા, જિ.અમરેલી
પકડાયેલ મુદ્દામાલ –
રોકડા રૂ.૧૧,૫૪૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૪ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૩૧,૫૪૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર  ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20221116-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *