Gujarat

બાબરા તાલુકાના ભીલડીથી પીર ખીજડિયા સુધીનો માર્ગ મંજુર થતા કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ દ્વારા શુભારંભ કરાયો. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્ય સરકારમાંથી ૭૦ લાખ મંજુર કરાવતા ગ્રામ્ય વિસ્તારોમાં આનંદ ની લાગણી પ્રસરી

 બાબરા તાલુકાના પીરખીજડિયા,ભીલડી,ઇંગોરાળા સુધીનો માર્ગ અતિ બિસમાર રહેતા સ્થાનિક ગ્રામજનો અને રાહદારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડતી હતી ત્યારે સ્થાનિક ગામના સરપંચ સહિતના અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને રજુઆત કરતા ધારાસભ્ય ઠુંમર દ્વારા અહીં ૪.૫૦ કિલોમીટરનો માર્ગ ૩.૭૫ મીટરની પહોળાઈ સાથે રૂપિયા ૭૦ લાખના ખર્ચે મંજૂર કરાવતા લોકોમાં રાહત ની લાગણી પ્રસરી ગઈ હતી
  ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારિકા ખાતે પ્રદેશ કોંગ્રેસની ચિંતન શિબિરમાં હોવાથી તેમની સૂચન અનુસાર ગામના અગ્રણી અને સરપંચના વરદ હસ્તે ખાત મુહૂર્ત કરી કામગીરીનો આરંભ કરાવ્યો હતો
આ તકે તાલુકા પંચાયતના સભ્ય જતીનભાઈ ઠેસિયા,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ દેઠળીયા,
કુલદીપભાઈ બસિયા,સરપંચ અરવિંદભાઈ મેંમકીયા,હરેશભાઇ કરડ,સુરેશભાઈ સહિતના ગામના સરપંચ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત
  ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે બાબરા તાલુકાના ભીલડીથી પીર ખીજડિયા સુધીનો માર્ગ અને કોજેવે તેમજ બ્રિજના કામ હવે પૂર્ણતાના આરે છે અહીં ચોમાસામાં ઇંગોરાળા ગામના લોકોને વધુ હાલાકી પડતી હતી પણ હવે માર્ગ અને પુલ નું કામ થયું જશે એટલે કાયમી ધોરણે સમસ્યાઓનો અંત આવશે

IMG-20220227-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *