Gujarat

બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર અને ઈ-ગ્રામ કેન્દ્રમાં થઈ શકશે ઈ-કેવાયસી

પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ.૬૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છેકેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિસ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત આધાર ઈકે.વાય.સીપૂર્ણ કરવાનું રહશેજે ખેડૂતોને ઈકે.વાય.સી.અને આધાર સીડેડ નહી કરાવ્યું હોય તેમને હવે પછીથી સહાયના હપ્તા સરકાર તરફથી બેંક ખાતામાં જમા કરવામાં આવશે નહી.

ગીર સોમનાથ જિલ્લામાં ૪૨,૦૦૦ ખેડૂતોને ઇકે.વાય.સીકરવાનું બાકી છેઆથી તેમને આગામી ૧૩મો હપ્તો નહિ મળી શકેજે ખેડૂતોને ઈકે.વાય.સીકરવાનું બાકી હોય તેઓએ તાત્કાલિક ધોરણે બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર અને ઈગ્રામ કેન્દ્રમાં જઇ કરાવી શકાશે અને તે માટે રૂ.૧૫ ની ફી ચુકવવાની રહશે.

આ ઉપરાંત મોબાઈલ ફોન પર ઓટીપી બેઝડ ઈકે.વાય.સીપણ કરી શકાશેલાભાર્થીઓ પોસ્ટ ઓફીસ ખાતેથી પણ ઇકે.વાય.સીઅને આધારકાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરી શકશેલાભાર્થી આધાર સીડેડ અને ઈકે.વાય.સીકરાવેલ બેંક ખાતામાં જ સરકાર દ્વારા સહાય જમા કરવામાં આવશેઆ અંગે વધુ માહિતી મેળવવા માટે ગ્રામસેવકનો સંપર્ક સાધવો એમ જિલ્લા ખેતીવાડી અધિકારીજિલ્લા પંચાયત ગીર સોમનાથની એક યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *