Gujarat

બારડોલીમાં ટ્રકે બે બાઈકસવાર વિદ્યાર્થીઓને અડફેટે લીધા, ૧ યુવાનનું મોત, ૧ સારવાર હેઠળ

બારડોલી
બારડોલી તાલુકાના ઇસરોલી ગામની સીમમાં એન.જી પટેલ પોલીટેક્નિકનાં બે વિદ્યાર્થીઓને ખાડી પર અકસ્માત નડ્યો હતો. શનિ, રવિની રજામાં મોટર સાયકલ પર સાથી વિદ્યાર્થી સાથે નીકળેલા બે વિદ્યાર્થીઓને અકસ્માત નડતાં વલસાડના ૧૯ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાનને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બારડોલીના ઇસરોલી ગામની સીમમાં એન.જી પટેલ પોલીટેકનીક કોલેજ આવેલી છે. જે કોલેજમાં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જીનયરિંગનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. વલસાડ ખાતે રહેતો ૨૦ વર્ષીય યુવાન ઓમ ચેતન જાેશી ૨ દિવસની રજા દરમિયાન પોતાના ઘરે રજા માટે મોટર સાયકલ પર જવા માટે નીકળ્યો હતો. સાથે અભ્યાસ કરતો અને પલસાણાનાં નવા ફળિયામાં રહેતો ૧૯ વર્ષીય યુવાન ઓમ ભાવેશભાઈ રંડેસીયા પણ ઓમ જાેશી સાથે મોટર સકયકલ પર નીકળ્યો હતો. દરમિયાન માત્ર કોલેજથી ૨૦૦ જ મીટરનાં અંતરે બંન્ને યુવાનને એક ટ્રકના ચાલકે અડફેટે લીધા હતા. વળાંકમાં સામેથી આવતી ટ્રક નંબર એમએચ-૪૦-એન-૩૨૭૫ નાં ચાલકે બાઇક સવાર બન્ને યુવાનને અડફેટે લીધા હતા. બંન્ને યુવાનને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબ દ્વારા ઓમ જાેશીને મૃત જાહેર કરાયો હતો.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *