જે બાળકોને શ્વાસ અને અસ્થમાના રોગો હોય, નાકમાંથી કફ નીકળવો, રાતે ઊંઘમાં ખલેલ પડવી, વારંવાર ઉધરસ આવવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, શ્વાસની ગતિમાં વૃદ્ધિ થવી, શ્વાસ લેતી વખતે છાતીમાં સીસોટી જેવો અવાજ આવવો,જે બાળકોનું વજન ઘટી ગયું હોય, ચીડિયાપણું, ફેફસાંની અન્ય બિમારીઓ આવી તમામ સમસ્યાઓ માટે આગામી તા.૨૨ નવેમ્બર, સવારે ૦૯ થી ૦૧ અને સાંજે ૦૩.૩૦ થી ૦૬ દરમિયાન ઓ.પી. ડી. રૂમ નં.૧૫, આઈ.ટી.આર.એ. આયુર્વેદ હોસ્પિટલ, રિલાયન્સ મોલની સામે, જામનગર ખાતે રાહત દરે નિદાન અને સારવાર કરવામાં આવશે. આ આરોગ્ય શિબિરનો જામનગરની જાહેર જનતાને લાભ લેવા માટે આર.એમ.ઓ. શ્રી ડો. જોયલ પટેલ, આઇ.ટી.આર. એ. દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
