Gujarat

બાળપણના પ્રેમ માટે પત્નીએ આશિક સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો

પટણા
શહનાઝના લગ્ન એક એન્જીનિયર (ીહખ્તૈહીીિ)સાથે થયા હતા, પરંતુ બાળપણના પ્રેમના સંબંધો લગ્ન પછી પણ જળવાઈ રહ્યા હતા. સંબંધો એવા હતા કે તેના બાળકો પણ તેના અસલી પિતાને છોડીને શહેનાઝના પ્રેમીને અબ્બુ કહીને બોલાવતા હતા, કારણ કે શહેનાઝ તેના પતિના જતાની સાથે જ આશિકને પતિનો દરજ્જાે આપતી હતી, પરંતુ કોરોનાના કારણે જ્યારે પતિ વિદેશથી પાછો આવ્યો અને શહેનાઝ અને તેના પ્રેમી વચ્ચે જ્યારે અડચણ ઉભી થઈ. ત્યારે બંનેએ સાથે મળીને એવું કાવતરું ઘડ્યું, જેને ઉકેલવામાં પોલીસને એક-બે નહીં પરંતુ પૂરા દોઢ મહિનાનો સમય લાગ્યો. ઈદના થોડા દિવસ પહેલા બનેલી હત્યાની ઘટના પટણા પોલીસે ઉકેલી લીધી છે. પટનાના ફુલવારીશરીફ વિસ્તારમાં કુકર વડે હત્યાની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને એન્જિનિયર પર કુકરથી એટલો હુમલો કરવામાં આવ્યો હતો કે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
હત્યા બાદ આ કેસથી બચવા પત્ની શેહનાઝે નવી સ્ટોરી લખી પણ પોલીસની નજરમાંથી બચી શકી નહીં. આ કેસમાં હત્યારા પત્નીની સાથે તેના પ્રેમીની પણ ધરપકડ કરીને જેલ ભેગો કરવામાં આવ્યો છે. ઈદના એક દિવસ પહેલાં ૨ મેના રોજ રાત્રે લગભગ બે વાગ્યે પટનાના ફુલવારી શરીફ પોલીસ સ્ટેશન વિસ્તારના નૌસા વિસ્તારમાં શહનાઝ પરવીન નામની એક મહિલાએ તેના બાળપણના પ્રેમ આશિક નન્હે ઉર્ફે કમાલને પામવા માટે તેના એન્જિનિયર પતિ ઝફરુદ્દીનની હત્યા કરી હતી. અચરજની વાત એ છે કે, આ માટે કોઈ હથિયાર નહીં પરંતુ ઘરમાં હાજર કૂકર વડે હત્યા કરવામાં આવી હતી.
હત્યાના આ કૃત્યને અંજામ આપ્યા બાદ પ્રેમી નન્હે ઉર્ફે કમાલ ભાગી ગયો હતો અને પછી શેહનાઝ પણ પતિને રૂમમાં મૃત મૂકીને સૂઈ ગઈ હતી. બીજા દિવસે સવારે તેણે ઘરમાં ચોરીની વાત કરી અને હત્યાનો આરોપ ચોરો પર લગાવ્યો, પરંતુ જ્યારે પોલીસે તપાસ કરી તો મામલો કંઈક બીજાે જ નીકળ્યો. એએસપી ફુલવારીશ્રીફ મનીષ કુમાર સિન્હાએ જણાવ્યું કે પરવીન દ્વારા ઘડવામાં આવેલા કાવતરા હેઠળ જ કામ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ પોલીસ આ વાત પચાવી શકી નથી અને પહેલા દિવસથી પોલીસને શેહનાઝ ઉપર હત્યાની શંકા હતી.
આરોપી પત્નીએ તેના પુત્રોને પણ પટ્ટી પાડી હતી જેમાં તેમને કહેવાનું હતું કે હત્યા કોણે કરી, તે પુત્રોએ જાેયું નથી. જ્યારે પિતાની હત્યા થઈ રહી હતી ત્યારે તેના બે પુત્રો પણ આના સાક્ષી હતા. એએસપી મનીષ કુમાર સિન્હાએ જણાવ્યું કે પત્ની શેહનાઝે એ તેના પ્રેમી સાથે મળીને બે દિવસ પહેલા ફોન પર આ ષડયંત્ર રચ્યું હતું. શેહનાઝનો પતિ વિદેશમાં રહેતો હતો. કોરોનાના સમયમાં દિલ્હી આવી ગયો હતો, જેના કારણે તેના પ્રેમીને મળવું મુશ્કેલ બન્યું હતું. આ દરમિયાન પત્નીએ એન્જિનિયર પતિને છૂટાછેડા લેવા કહ્યું, પરંતુ પતિ તૈયાર ન થયો.
શહનાઝનો પતિ જ્યારે ઈદ મનાવવા માટે દિલ્હીથી પટના આવ્યો, ત્યારે તેને ઘરમાં જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, જ્યારે પતિ એક મહિના માટે વિદેશથી આવતો હતો, ત્યારે શહનાઝ એક મહિના સુધી તેની સાથે પતિ તરીકે રહેતી હતી અને બાકીના ૧૧ મહિના સુધી પ્રેમીને પતિ તરીકે રાખતી હતી.આરોપી પત્ની શહનાઝ પરવીન અને તેના બોયફ્રેન્ડ નન્હે ઉર્ફે કમાલ સાથે ૬ઠ્ઠા ધોરણથી અભ્યાસ કરતી હતી. પોલીસે તે મોબાઈલ પણ કબજે કર્યો છે, જે આરોપી પત્ની માત્ર તેના પ્રેમી સાથે વાત કરવા માટે રાખતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *