Gujarat

બાવળાના કોચરીયામાં ઘરે રોકાયેલા જ મહેમાન તરુણીને ગાડીમાં અપહરણ કરી લઇ ગયા

બાવળા
બાવળાના કોચરીયામાં મહેમાન તરીકે રોકાયેલા વ્યક્તિઓએ પોતાની ગાડીમાં ૧૪ વર્ષની ધોરણ-૬ માં ભણતી તરૂણીને સંમતી વગર લલચાવી ફોસલાવીને અપહરણ કરીને લઈ ગયા હતા.બાવળાના કોચરીયામાં ચાંદણીયાવાસમાં રહેતાં ફ્લજીભાઇ ઉર્ફે પ્રકાશભાઇ પ્રતાપભાઇ દેવીપૂજક ફ્રુટની લારી ચલાવી છે. તેમણે કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે ૩ તારીખે તે ભાયલા ગામની સીમમાં પાણી વાળવા માટે ગયા હતા. અને સાંજના તેમના મોબાઇલમાં કોઇ અજયભાઇ નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો કે અમને તમારા સાઢુભાઇ ગુલાબભાઇ દેવીપુજક, અમને કામ કરવા માટે તમારી પાસે મોકલ્યા છે તો તમો ક્યાં છો? પછી તેમને કહ્યું કે તે ભાયલા ખેતરમાં પાણી વાળે છે. લાઇટનો પાવર બંધ થતા હું ભાયલાથી કેરાળા મારી લારી ઉપર આવીને જાેયું તો ૨ પુરુષ અને ૧ સ્ત્રી નાના બાળક સાથે એક સફેદ કલરની મારુતી ફ્રન્ટી કાર લઇને આવ્યા હતા. તેમણે મને મારા સાઢુભાઇ ગુલાબભાઇની ઓળખાણ આપીને કહ્યું કે અમે નોકરીની શોધમાં તમારી પાસે આવ્યા છીએ. કોઇ કંપનીમાં તમારી ઓળખાણથી નોકરીએ રખાવો. તેવી વાત કરતાં ત્રણેય માણસોને તે કોચરીયા તેમના ઘરે લઇ ગયો હતો. ત્રણેય માણસો ફરિયાદીના ઘરે આશરે ૬થી ૭ દિવસ સુધી રોકાયા અને કેરાળામાં આવેલી ધર્મજ દવાની કંપનીમાં માણસોની જરૂર હોવાથી અજય, તેના પિતા વિનુભાઇ બન્નેને ઓળખાણથી નોકરીએ લગાવ્યા હતાં. અજયની નાની દીકરીને તાવ આવતાં વિનુભાઇએ કહ્યું કે હાલમાં અમને બીજું મકાન મળતું નથી અને અજયની દીકરી બીમાર હોવાથી ચારેક દિવસ તમારા ઘરે રહેવા દો. જેથી ફરિયાદીને દયા આવતાં ૪ દિવસ રહેવા માટે હા પાડેલી. ૧૬ તારીખે ફરિયાદી ફ્રુટનો વેપાર કરતો હતો ત્યારે સાંજના તેમના ભાઇનો ફોન આવ્યો કે તમે ક્યા છો? અને તમારી દીકરી પ્રસન્ન તમારી લારી ઉપર આવી છે? તેમને કહ્યું કે પ્રસન્ન મારી પાસે આવી નથી. પછી કહ્યું કે પ્રસન્ન ઘરેથી સંડાસ જવાનું કહીને નિકળી છે. હજુ સુધી ઘરે આવી નથી. ગામમાં તપાસ કરતાં મળી નથી. જેથી ફરિયાદી ઘરે આવીને તપાસ કરતાં ઘરે રોકાયેલા વિનુભાઇ, અજય તથા તેની માતા હીરલબેન તથા તેની નાની દીકરી જાેવા મળ્યાં નહોતા. ફરિયાદીને જાણવા મળ્યું કે અજય અને તેનો પરીવાર દીકરીને લલચાવી ફોસલાવી મરજી વિરૂદ્ધ તેમની સાથે ગાડીમાં બેસાડીને લઇ ગયા છે. જેથી તેમણે કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસમાં અપહરણની ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.

File-01-Page-37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *