Gujarat

બાવળામાં એક વ્યક્તિ સાથે લોટરી લાગીનું કહી ઓનલાઇન ફ્રોડ આચર્યું, પોલીસે તપાસ હાથ ધરી

બાવડા
બાવળા તાલુકાનાં શિયાળ ગામની વ્યકિતના મોબાઇલ ફોનમાં તમને ૧ કરોડ ૪૦ લાખની લોટરી લાગી છે, તેમ કહી વોટસએપમાં ચેક તથા લોટરીના ફોટા મોકલીને પોતે એસ.બી.આઇ મુંબઇનાં મેનેજર તરીકે વાત કરીને લોટરીનાં રૂપિયા મેળવવા માટે તમારે ટેક્ષ ભરવો પડશે તેમ કહીને વિશ્વાસમાં લઇને અલગ અલગ દિવસે ટેક્ષનાં ૫,૧૪,૦૦૦ રૂપિયા માંગી મની ટ્રાન્સફરથી નખાવીને પાછા નહી આપીને વિશ્વાસઘાત કરી ઓનલાઇન ફ્રોડ કરતાં બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તારીખ ૧ જૂને મારા મોબાઇલ ફોનના વોટ્‌સએપ નંબર ઉપર ૧ મોબાઇલ નંબર ઉપરથી ૧ ફોટો તથા ઓડીયો કલીપ આવી હતી. જે મે ઓપન કરતાં ઓડીયો કલીપમાં જણાવ્યું હતું કે, હું વોટ્‌સએપ તરફથી વાત કરું છું અને તમારે ૧ કરોડ ૪૦ લાખ રૂપિયાની લોટરી લાગી છે અને તે માટે ૨૫ લાખ રૂપિયા લેવા હોય તો તમને ફોટોગ્રાફમાં જે નંબર આપ્યો છે તે મુંબઇ એસ.બી.આઇના મેનેજ૨નો નંબર છે. તે નંબર ઉપર વોટ્‌સએપ કોલ કરો. જેથી મે તાંરીખ ૨ જૂને એ મોબાઇલ નંબર ઉપર વોટ્‌સએપ કોલ કરતાં તેમણેને એસ.બી.આઇ મુંબઇ બ્રાન્ચના મેનેજર તરીકે ઓળખ આપીને મારી પાસેથી મારા આઇ ડી.પ્રુફનાં ફોટાઓ મંગાવતાં મે વોટ્‌સએપ કરી આપ્યા હતા. અને તેમણે મને બીજાે ૧ મોબાઇલ નંબર આપ્યો હતો અને તે નંબર ઉપર મેં વોટ્‌સએપ કોલ કરતાં તેમણે મને મારા નામનો ૨૫ લાખ રૂપિયાનો ચેકનો ફોટો મોકલ્યો હતો. ત્યારબાદ આ નંબરવાળા માણસે મને લોટરીનાં રૂપિયા લેવા હોય તો તેનો ટેક્ષ ભરવો પડશે તેમ કહીને અલગ અલગ ખાતાઓમાં અલગ અલગ દિવસે તેમના ખાતામાં બગોદરા ગામનાં બાપા સીતારામ ટેલીકોમમાંથી મની ટ્રાન્સફર દ્રારા ૫,૧૪,૦૦૦ રૂપિયા નખાવ્યા હતા. ત્યારબાદ મેં રૂપિયા નાખ્યાં બાદ આ નંબરો ઉપરથી ફોન કરતાં તેમણે મને બીજા રૂપિયા નાખો તો તમારા રૂપિયા પાછા મળશે તેવું જણાવ્યું હતું. જેથી મને મારી સાથે છેતરપીડી થયાનું જણાતાં મે આ બાબતે ઓનલાઇન સાયબર સેલમાં અરજી કરી હતી. અને બગોદરા પોલીસ સ્ટેશનથી તપાસ માટે મારી ઉપર ફોન આવ્યો હતો. પરંતુ હું ખેતીકામ માટે બહારગામ ગયો હોવાથી મોડેથી આ બાબતે બગોદરા પોલીસમાં ફરીયાદ કરતાં બગોદરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આમ બાવળા તાલુકાનાં શિયાળમાં તમને લોટરી લાગી છે તેમ કહી રૂ. ૫,૧૪,૦૦૦ ની છેતરપીડીં કરાતા પંથકમાં ચરચાર મચી હતી.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *