Gujarat

બિનઅધિકૃત વનસ્પતિ જન્ય સુકા ગાંજાનો જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી ગુજરાતમાં નશીલા પદાર્થની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા સારૂ એન.ડી.પી એસ. એકટ હેઠળની કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને  ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ આપેલ જરૂરી સુચના અને માર્ગદર્શન અનુસંધાને જે.પી.મેવાડા I/C પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. છોટાઉદેપુર નાઓએ એસ.ઓ,જી. સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર જીલ્લાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કટારવાંઢ ગામે હલ્દી મહુડી ત્રણ રસ્તા ખાતે આજરોજ વાહન ચેકિંગમા હતા દરમ્યાન બે બાઇક સાથે ત્રણ માણસો પોતાની મોટર સાયકલ ઉપર મીણીયા થેલીમા કઇક ભરી લઇ આવતા મળી આવેલ અને તેને રોકવા જતા ત્રણેય ઇસમો મોટર સાયકલ છોડી ભાગવાની કોશિશ કરેલ જેઓને પોલીસ ટીમના માણસોએ પીછો કરી પુરતુ બળ વાપરી પકડવામા આવેલ અને તેઓના મોટર સાયકલમાં લાવેલ મીણીયા થેલામા વનસ્પતિ જન્ય માદક પદાર્થ મળી આવેલ હોય જે અંગે પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા નાઓને જાણ કરતા તેઓ સુચના અને માર્ગદર્શન આધારે કે.એ.ડાભી પોલીસ ઇન્સપેક્ટર મહિલા પોલીસ સ્ટેશન છોટાઉદેપુર નાઓઓ તથા સરકારી પંચો તથા એફ.એસ.એલ. અધિકારી તથા તલાટી કમ મંત્રી તથા ફોટોગ્રાફર તથા વજનકાંટા વાળાને બોલાવી તેઓને તમામને સાથે રાખી ઝડતી તપાસ કરતા આરોપી નં (૧) કિશનભાઇ જીવનભાઇ તડવી ઉ.વ ૨૧ ધંધો મજુરી રહે, ૨૪૪, શ્યામલ સોસાયટી, વાઘોડીયા રોડ, વડોદરા આરોપી નં (૨) પ્રશાંતભાઇ દયાલ શરણ વણકર ઉ.વ. ૨૩ ધંધો. પ્રાઇવેટ નોકરી હાલ રહે, ૪૩૨, શ્યામલ સોસાયટી, વાઘોડીયા રોડ, વડોદરા મુળ રહે, બીલીયા ફાટ, તા. સંખેડા જી. છોટાઉદેપુર આરોપી નં.૧ તથા ૨ ના કબજા ભોગવટાની એક હીરો પેશન પ્રો મોટર સાયકલ રજી.નં. GJ-06-LF-9319 ઉપરથી મળી આવેલ વનસ્પતિ જન્ય માદક પદાર્થ સુકો ગાંજો ૧.૪૫૪ કિ.ગ્રા. જેની કિ.રૂ. ૧૪,૫૪૦ /- તથા આરોપી નં. ૧ પાસેથી મોબાઇલ ફોન નંગ-૧ જેની કિ.રૂ. ૫૦૦૦/- તથા આરોપી નં. ૨ પાસેથી મોબાઇલ ફોન નંગ-૧ જેની કિ.રૂ. ૫૦૦૦/- તથા મોટર સાયકલ રજી.નં. GJ-06–9319 ની કિ.રૂ.૨૫,૦૦૦/- તથા આરોપી નં. (૩) પ્રદીપભાઇ સુરેન્દ્રભાઇ ચૌહાણ ઉ.વ ૨૦ ધંધો, મજુરી રહે, મોટી વડોઇ પટેલ ફળીયા તા.કઠીવાડ જી.અલેરાજપુર (એમ.પી) ના કબજા ભોગવટાની એક હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી નં GJ35-F-8367 ઉપરથી મળી આવેલ સુકો ગાંજો સુકો ગાંજો ૧.૪૫૪ કિ.ગ્રા. જેની કિ.રૂ. ૧૪,૫૪૦ /- તથા મોબાઇલ ફોન નંગ-૧ જેની કિ.રૂ.૫૦૦૦/- તથા મોટર સાયકલ રજી.નં.GJ-35-F-8367 જેની કિ.રૂ. ૨૦,૦૦૦/- નો કુલ મુદ્દામાલ કિ. રૂ. ૮૯,૦૮૦/- નો મળી આવતા મુદ્દામાલ કબજે કરી તેઓના વિરૂધ્ધમાં એન.ડી.પી.એસ એક્ટ (1985)ની કલમ ૮(સી), ૨૦(બી)(૨-એ),૨૯ મુજબનો ગુનો રંગપુર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220717-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *