આણંદ
ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે સિવિલ એન્જી.બ્લોકના રીનોવેશન તથા રિઇમેજિનેશનના ભાગ રૂપે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડો.ઈંદ્રજિત એન.પટેલે દાતા ભાઈલાલ બી.પટેલે સિવિલ એન્જી.બ્લોકના રીનોવેશન તથા રિઇમેજિનેશન માટે આપેલા ૧.૧૫ કરોડના દાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં બીવીએમ તેના ૭૫ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. આથી પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનના ભાગ રૂપે બીવીએમ દ્વારા કેમ્પસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન, સ્ટુડન્ટ સપોર્ટ સિસ્ટમ, સ્માર્ટ કલાસરૂમ, કેમ્પસ બ્યુટીફીકેશન,ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર,બીવીએમ ફ્રન્ટ અપગ્રેડેશન, ૩૦ જેટલી અદ્યતન લેબ્સનું નિર્માણ વગેરે કરવામાં આવશે. જેમાં ૫ જેટલી લેબ્સ જેવી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હાઈ એન્ડ કમ્પ્યુટિંગ, ૩ડ્ઢ પ્રિન્ટિંગ રોબોટિક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉપરોક્ત પ્રકલ્પોમાં સેન્ટર ઓફ એક્સેલેન્સનો પણ સમાવેશ કર્યો છે. ડ્ઢ-બ્લોક (ડ્રોઈંગ હોલ) માટે ધીરેન કામદાર તથા એડમિનિસ્ટ્રેટિવ બ્લોક માટે અનિલ નાયક દ્વારા અપાયેલ ૧.૨૧ કરોડ તથા ૧.૧૬ કરોડના દાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં ચારુતર વિદ્યામંડળની દરેક સંસ્થાઓને વૈશ્વિક કક્ષા એ લઈ જવા માટે માળખાકીય સુવિધાઓ તથા ઇન્ફ્રાસ્ક્ચર ડેવલપમેન્ટ માટે ચારુતર વિદ્યામંડળ સજ્જ છે. તથા બીવીએમના ૭૫ વર્ષની ઉજવણીમાં દાતાઓના સહકારથી સમગ્ર આયોજનો પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે.