Gujarat

બીઆરટીએસ બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

અમદવાદ
અમદાવાદ શહેરમાં બી.આર.ટી.એસ બસ દ્વારા વારંવાર અકસ્માત થઈ રહ્યા છે. અકસ્માતના કારણે લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.વધુ એકવાર શહેરમાં બી.આર.ટી.એસ બેફામ બની છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ નીચે બાઈક અને બી.આર.ટી.એસ બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમા બાઇક સવારને ઈજાઓ પહોંચતા ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.અમદાવાદમાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં વધુ પડતી સ્પીડ માર્ગ અકસ્માતમાં કારણરૂપ માનવામાં આવે છે. જ્યારે અમદાવાદમાં વધુ એકવાર બી.આર.ટી.એસ બેફામ બની છે. ઈસ્કોન બ્રિજ નીચે બી.આર.ટી.એસ બસે બાઈક ચાલકને ટક્કર મારવાની ઘટના સામે આવી છે. જેમા ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે ખસેડાયો છે.

BRTS-Bus-Accidents.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *