Gujarat

બીએસએફના જવાનોને સર્ચ દરમ્યાન ૨ પેકેટ ચરસના મળી આવતા દોડધામ

કચ્છ
બીએસએફની ટીમને હરામીનાળામાંથી બોટ મળી હતી, તો મેડી ક્રિક પાસે અલગ અલગ જગ્યાએથી બે ચરસના બિનવારસુ પેકેટ મળી આવ્યા હતા. ૨૦૨૦-૨૧નો વર્ષ ચરસ-હેરોઇનનો વર્ષ હતો, જયારે ૨૦૨૨માં વિક્રમી માછીમારી બોટ વચ્ચે ફરી ચરસના પેકેટે એન્ટ્રી મારતા એજન્સીઓમાં દોડધામ મચી ગઇ છે. ચરસના બિનવારસુ પેકેટની વાત કરીએ તો સાતેક માસ પહેલા ૮/૮/૨૦૨૧ના જખૌના લુણા બેટ નજીક બીએસએફ ૧૦૨ બટાલીયનની ટીમને સર્ચ વેળાએ બે પેકેટ મળી આવ્યા હતા. પેકેટ મળતા જ જવાનોએ મેડી ક્રિકમાં સર્ચમાં લાગી ગયા હતા. એકબાજુ હરામીનાળામાં એક પાકિસ્તાન માછીમારોની બોટ મળત સમુદ્ર મનોમંથન ચાલી રહ્યું છે. બિનવારસુ મળેલા ચરસના બે પેકેટ અગાઊ મળી આવેલા પેકેટ જેવા જ દેખાય છે, સંભવત આ માલ જુનો જ છે પણ દરિયામાં કયાંક ફસાઇ ગયો હશે પણ હાલ દરિયામાં મોટા પાણી આવતા તે બહાર આવી ગયો હશે. અગાઉ મળી આવેલા પેકેટ પ્લાસ્ટિકના હેવી પેકિંગ વાળા હતા જ્યારે આ પેકેટ પણ તેવા જ છે. બિનવારસુ મળી આવેલા ચરસના પેકેટની કિંમત હાલ જાહેર કરાઇ નથી. એકતરફ પાકિસ્તાની બોટ શોધવાની કામગીરી જયારે બીજીબાજુ બિનવારસુ ચરસના પેકેટ માટે સર્ચ ચાલું છે.કચ્છના દરીયાઇ કાંઠે અવાર નવાર ચરસના બિનવારસુ ચરસના કરોડો રુપિયાના પેકેટ મળી આવ્યા છે, લાંબા સમય બાદ ફરી બીએસએફની ટુકડી પાકિસ્તાની બોટની શોધખોળમાં હતી ત્યારે મેડી ક્રિક પાસે એક બિનવારસુ ચરસના બે પેકેટ મળી આવ્યા હતા. ચરસના પેકેટ ફરી મળી આવતા એજન્સીઓમાં દોડધામ મચી ગઇ હતી તો સાથે સાથે બીએસએફની ટીમે પણ સર્ચ વધાર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *