નવસારી
નવસારી જિલ્લાના નસીલપુર પાસે પ્રોજેક્ટની મોટી સાઈટ ઉભી કરવામાં આવી છે જેમાં સ્પાન ગર્ડરને આધુનિક મશીન વડે ફીટ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે અવાર-નવાર રેલ રાજ્યમંત્રી દર્શના જરદોષ સહિત કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ પણ મુલાકાત લઈ ચૂક્યા છે. આ પ્રોજેક્ટ વહેલી તકે જમીન હકીકત પર સાકર થાય તે માટે ટીમ રાત દિવસ કામે લાગી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ વખત ૧ કિલોમીટરનો સળંગ બ્રિજ તૈયાર થતા ટિ્વટર પર રેલ મંત્રી આ સમગ્ર કામગીરીને લઈને અભિનંદન પાઠવ્યા છે. એક ડ્રોન વીડિયો પણ શેર કર્યો છે. હાલમાં મહારાષ્ટ્રમા સરકાર બદલાતા હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને લઈને કામગીરી શરૂ થયા બાદ ત્યાં પણ પ્રોજેક્ટ બુલેટ ગતિએ શરૂ થશે. હાલમાં આ પ્રોજેક્ટ વાપી સુધી જ કાર્યરત છે. અમદાવાદ-મુંબઈ પ્રથમ ફેસમાં શરૂ થનારા આ પ્રોજેક્ટને લઈને બુલેટ ટ્રેન વહેલી તકે શરૂ થાય તે દિશામાં કામગીરી શરૂ કરાઈ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી નવસારી જિલ્લાના નસીલપુર પાસે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ પ્રોજેક્ટમાં પ્રથમ ૧ કિલોમીટરનો સળંગ પૂલ તૈયાર થઈ ગયો છે. જે અંગે રેલમંત્રીએ ટ્વીટ કરીને પ્રોજેક્ટ સાથે જાેડાયેલા સ્ટાફને અભિનંદન આપ્યા હતા.
