મહેસાણા
બેચરાજીમાં આવેલા શંખલપુર રોડ બહુચર બાલાજી નગરમાં રહેતા પટેલ અમૃતલાલ નોકરી કરી પોતાના ઘરે ચાલતા આવી રહ્યા હતા. આ દરમિયાન ગંજ બજાર પાસે બાઈક પર સવાર થઈને આવેલા બે ઇસમોએ ફરિયાદીને છરો બતાવી બેગમાં મુકેલા ૨૫૦૦ રૂપિયા અને જરૂરી ડોક્યુમેન્ટની લૂંટ કરી ફરાર થયા હતા. ત્યારે આ અંગે ફરિયાદીએ સમગ્ર મામલે બેચરાજી પોલીસને જાણ કરતા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ૫ ટીમો બનાવી તપાસ આદરી હતી. ફરિયાદ મળતા જ અમારી ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી. જ્યાં આરોપીઓ લૂંટ કરી શંખલપુર જવાના બદલે બેચરાજી પોલીસ મથક બાજુ જ આવી રહ્યા હતા. પરંતુ પોલીસની ગાડીઓ જાેઈ બેચરાજીની ગલીઓમાં બાઈક હંકારી ફરાર થયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી પોલીસને જાેઈ બાઈક ગલીઓમાં હંકાર્યું હતું. જ્યાં પોલીસે અલગ સલગ જગ્યા પર સાયરન વગાડી ગાડીઓ ફેરવી પરંતુ આરોપીઓ બહાર નીકળ્યા ન હતા. જેથી બેચરાજીના તમામ રસ્તા પર નાકાબંધી કરી બાદમાં સિવિલ ડ્રેશમાં પોલીસ આરોપીઓને શોધવા રાત્રે બજારો અને ગિલોમાં ફરી હતી. જ્યાં ડેથલી ફાટક પાસે આરોપીઓ બાઈક લઈને નીકળતા પોલીસે ગાડીઓ આડી કરી આરોપીને દબોચી લીધો હતો અને લૂંટ કરેલો સામાન રિકવર કરવામાં આવ્યો હતો. લૂંટ કરવા આવેલા આરોપી ઝાલા કરણ સિંહ, અને સોલંકી સૂરજસિંહ બે આરોપીની પ્રથમ લૂંટ હોવાનું સામે આવ્યું છે. જ્યાં પોલીસે આરોપીઓને ઝડપી લૂંટ કરેલો સમાન પરત મેળવી અને લૂંટમાં વપરાયેલી છરી અને ધોકો કબ્જે કરી વધુ તપાસ આદરી છે.મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી ખાતે નોકરીથી ઘરે જઈ રહેલા એક વ્યક્તિને બાઈક પર સવાર થઈને આવેલા બે ઈસમોએ છરી બતાવી લૂંટ ચાલવી હતી. ત્યારે આ ઘટનાની જાણ થતાં બેચરાજી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયા હતા.
