ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ૧૬૦ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં છોટા ઉદેપુર જીલ્લાની બે બેઠકો પર નામ જાહેર કર્યા છે. છોટાઉદેપુર જીલ્લાની બે બેઠકો ઉપર ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે જેનામાં છોટાઉદેપુર વિધાનસભા બેઠક પર બે દિવસ પહેલા જ કોંગ્રેસને જ રામરામ કરીને ભાજપમાં આવેલા મોહનસિંહ રાઠવાના દીકરા રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે સંખેડા બેઠક પર હાલમાં ચાલુ ધારાસભ્ય અને ૧૦૮ ના નામથી ઓળખાતા અભેસિંહ તડવીને રીપીટ કરાયા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


