ઊના
ગુજરાતમાં દારૂબંધી ખાલી નામની જ છે લોકો બેફામ દારૂ પીવે છે અને પીવડાવે છે લોકો દારૂની ખેપ મારે છે દારૂ ગાળે છે દારૂનું કટિંગ કરે છે અને દારૂને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા અવનવા નુસ્કાઓ અપનાવે છે ત્યારે દિવથી વિદેશી દારૂની બાઇકમાં હેરાફેરી કરતા શખ્સોને પોલીસે ખાપટ ગામે રોકાવી બાઇકની તલાસી લેતા બાઇકમાં અલગ અલગ ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સોને પકડી કાર્યવાહી હાથ ધરી હતી.મનિષ બાંભણીયા તેમજ જયેશ કામળીયા રબાઇકની સીટમાં, પેટ્રોલની ટાંકી તેમજ સાઇડના પડીયામાં વિદેશી દારૂની બોટલોની હેરાફેરી કરતો હોવાની બાતમી આધારે જિલ્લા એલસીબીના પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા તેમજ સંદિપભાઇ ઝણકાટ સહીતના સ્ટાફે ખાપટ ગામ પાસે વોચ ગોઠવી હતી. અને બાઇકને રોકાવી તલાસી લેતા બાઇકના જુદી જુદી જગ્યામાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નં. ૬૭ , બાઇક કિ.રૂ.૧૮,૩૫૦ના મુદ્દામાલ સાથે બે શખ્સોને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ કલ્પેશ વેલજીભાઈ ડોડીયા તેમજ દિવ્યેશ પરસોતમભાઈ કાણકીયા રહે. પોરબંદર વાળા દિવથી કારમાં દારૂ લઇ આવતા હોય ત્યારે એહદપુર માંડવી ચેક પોસ્ટ પર પોલીસે કારને રોકાવી તલાસી કારમાંથી વિદેશી દારૂની બોટલ નં.૬૪, બે મોબાઇલ, કાર સહીત કુલ રૂ.૧,૩૫,૬૦૦ના મુદ્દામાલ સાથે બે શખ્સોને પકડી કાર્યવાહી હાથ ધરી છે.


