બોટાદ
બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલ રાજ પ્રોટીનસ નામની તેલ પેકેજીંગ યુનિટમાં ગેરકાયદેસર કામગીરી થતી હોવાની બોટાદ એલ.સી.બી. ને માહિતી મળતા પી.આઈ. અમિત દેવધા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી તપાસ હાથ ધરી હતી. ડુપ્લીકેટ તેલ બનાવવા માટે સોયાબીન અને પામોલિન તેલના ૭ ટાંકી મળી આવી છે. જે તેલમાં કેમિકલ ભેળવી સિંગતેલ બનાવવામાં આવતું હોવાની પ્રાથમિક તપાસમાં વિગત બહાર આવી છે. જેને લઈ ભાવનગર ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી જરૂરી કાર્યવાહી સાથે ૧૫ કિલોગ્રામના ૨૫ ડબ્બા તેમજ કેમિકલની ત્રણ બોટલ મળી કુલ રૂપિયા ૮૪૦૯૮નો મુદ્દામાલ કબજે કર્યો છે.બોટાદ જિલ્લામાં ફુડ એન્ડ ડ્રગ વિભાગની કચેરી ન હોવાના કારણે ભેળસેળીયા બેફામ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ફ્રુડ એન્ડ ડ્રગની કચેરી ભાવનગર ખાતે હોવાથી વર્ષ દરમિયાન અનુકૂળતા મુજબ આવતા હોય લોકો આરોગ્યનું જાેખમમાં મૂકાયુ છે. બોટાદ શહેરના ભાવનગર રોડ પર કેમિકલનો ઉપયોગ કરી સોયાબીનમાંથી સિંગતેલ બનાવતી ફેક્ટરીની જાણકારી પોલીસને મળી હતી. જેના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
