Gujarat

બોટાદમાંથી ૧૦ લાખ ખંડણી માંગી એક યુવકનું અપહરણ કરાયું

બોટાદ
બોટાદમા પાળીયાદ રોડ ઉપર આવેલ યોગીનગર સર્કીટ હાઉસ પાસેથી અમદાવાદ નારાયણનગરના રહેવાસી નિરવકુમાર બાવકુભાઇ ઝેબલીયા ઉ.૩૪ને તા.૧૪/૨/૨૨ના રોજ બપોરના ૧૨.૦૦ કલાકે હિરેન પોલીસવાળા અને વિરમ નામના યુવકે બંધુક દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપી નંબર વગરની બલેનો ગાડીમા બેસાડી અપહરણ કરી રૂ.૧૦ લાખની ખંડણી માંગી હતી. આ યુવકનુ અપહરણ કરી બગોદરા પહોચતા સામેથી પોલીસની ગાડી જાેઇ જતા અપહરણ કરનાર આરોપીઓ નિરવકુમારને રસ્તા ઉપર ઉતારી નાશી છુટ્યા હતા. આ બનાવ અંગે નિરવકુમાર બાવકુભાઇ ઝેબલીયા રહે. અમદાવાદે પાળીયાદ પોલીસ સ્ટેશનમા હિરેન પોલીસવાળા રહે.ભાવનગર, વિરમ અને અન્ય અજાણ્યા છ થી સાત આરોપી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા વધુ તપાસ એલ.સી.બી. પી.આઇ એ.બી.દેવધા ચલાવી રહ્યા છે. જે યુવકનું અપહરણ થયું છે તે યુવાન પૂર્વ આઇપીએસ અધિકારીનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે.બોટાદમા યોગીનગર સર્કીટ હાઉસ પાસેથી તા.૧૪/૨/૨૨ના રોજ ધોળા દિવસે અમદાવાદ નારાયણનગર ખાતે રહેતા ૩૪ વર્ષિય યુવકને એક પોલીસ કર્મચારી સહિત બે લોકોએ બંધુક દેખાડી મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી રૂ.૧૦ લાખની માંગણી કરવામા આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *