Gujarat

બોટાદમાં ચાલતો હતો જુગારધામ, ૪૨૪૬૦ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા

બોટાદ
બોટાદ જિલ્લાના ગામડાઓમા જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે જુદા જુદા ગામડાઓમા રેઇડ પાડી કુલ ૨૦ જુગારીઓને રૂ. ૪૨૪૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજ્બ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગુંદા, જાળીલા, નાગનેશ, બોટાદ તાલુકાના સરવઇ અને બોટાદ શહેરમા પોલીસે રેઇડ પાડી જાહેરમા પૈસાની હારજીતનો જુગાર રમતા ૨૦ જુગારીને રૂ.૪૨૬૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ રેઇડમા પોલીસે બોટાદ શહેરમા સાળંગપુર રોડ પોસ્ટ ઓફિસ પાસેથી બે જુગારી હર્ષદ ઉર્ફે મુન્નો ધીરૂભાઇ ગારચર અને રાહુલ રાજુભાઇ હંડુ ને રૂ. ૪૧૦ના મુદ્દામાલ સાથે જ્યારે બોટાદ તાલુકાના સરવઇ ગામેથી પાટી જવાના રસ્તા ઉપરથી પાંચ જુગારી સંજય ત્રિકમભાઇ ડાભી, રાજુ જેઠુરભાઇ વાળા, રવિરાજ ભીખુભાઇ ધાધલ, અમરૂ દાદભાઇ ધાધલ અને શીવરાજ જસાભાઇ ધાધલને રૂ.૨૦૦૯૦ના મુદ્દામાલ સાથે ઝડ્‌પી પાડ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના જાળીલા ગામેથી સાત જુગારી કિરણ પાલજીભાઇ સોલંકી, હરેશ જગદીશભાઇ સોલંકી, કિરણ બુધાભાઇ સોલંકી, દીપક રામજીભાઇ સોલંકી, મુકેશ જીવાભાઇ સોલંકી, રામજી તળશીભાઇ સોલંકી અને દીનેશ મંગાભાઇ સોલંકીને રૂ. ૧૦૬૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે ગુંદા ગામેથી ૩ જુગારી શાંતુ દાનાભાઇ ખવડ, શાંતુ દાદભાઇ ખાચર, ગગજી વાહાભાઇ જાેગરાણાને રૂ. ૮૩૫૦ના મુદ્દામાલ સાથે અને નાગનેશ ગામેથી ત્રણ જુગારી સંજ્ય રમેશ વાસુકીયા, હરજી વિઠ્ઠલભાઇ બારૈયા અને બળદેવ બીજલભાઇને રૂ. ૨૯૮૦ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા.

The-gambler-was-caught-by-the-police.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *