સરકાર ના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ક્લેકટર બીજલ શાહ તેમજ જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે જે અંતર્ગત તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સધન અમલીકરણ થાય તે હેતુથી ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.કનોરિયાના માર્ગદર્શન અને એપીડેમીક મેડીકલ ઓફિસર ડૉ. આર.આર.ચૌહાણના મોનીટરીંગ નીચે તાલુકા ટાસ્ક ફોર્સ સ્કોર્ડ દ્વારા આજ રોજ તા.૧૧/૦૩/૨૦૨૨ ના રોજ સવારે ૧૧ કલાકથી બોટાદ તાલુકામાં પાંજરાપોળ રોડ ઉપર ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૧૪ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૨૭,૭૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જેમાં વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે” અને “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણએ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય –વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ. બીડી,બીસ્ટોલ/સિગારેટના પેકેટ ઉપર ૮૫% ભાગમાં “તમાકુ જીવલેણ છે. તમાકુના સેવનથી કેન્સર થાય છે.”તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ અને ઇ-સિગારેટ પ્રતિબંધ જેવી બાબતો આવરી લેવામાં આવી હતી.
આ કામગીરીમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એસ.એસ.પ્રસાદ, બોટાદ નગરપાલિકાના શોપ ઇન્સ્પેકટર રાજુભાઇ ડેરેયા અને નાયબ મામલતદાર ઝેડ.એ.પટેલ, પોલીસ વિભાગના એ.એસ.આઈ. એન.એસ.ગામેતી, સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસ.ટી) વિભાગના અધિકારી માત્રેશભાઈ માંજરિયા, ડી.એસ.આઈ ડી.ડી.ચુડાસમા, ડી.પી.એ દિપેશભાઇ વ્યાસ, તાલુકા સુપરવાઇઝર મનીષભાઈ બાવળિયા વગેરે દ્વારા આ કામગીરી ખુબ જ ચોકસાઈ પૂર્વક કરવામાં આવી હતી.
રિપૉર્ટર-વિપુલ લુહાર,બોટાદ
