Gujarat

બોટાદ જિલ્લો બનાવ્યાને ૧૦ વર્ષમાં સરકારી હોસ્પિટલમાં ડોકટરની અછત

બોટાદ
બોટાદ જીલ્લો ૨૦૧૨માં જાહેર કરવામાં આવ્યો પણ ૧૦ વર્ષ બાદ પણ બોટાદ જિલ્લામાં પારાવાર સમસ્યાઓ છે. જેમાં અનેક સમસ્યા વચ્ચે સૌથી મોટી સમસ્યા આરોગ્યની છે. બોટાદ તાલુકો ૫૨ ગામને જાેડતો તાલુકો છે. ગરીબ પરિવાર માટે સરકારી હોસ્પિટલ આશીર્વાદ રૂપ હોય છે પણ અહીં બોટાદની સ્થતિ કંઈક અલગ છે. બોટાદ શહેરની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી કાયમી મહેકમ મુજબ ડોકટરની વ્યવસ્થા ન હોવાના કારણે અહીંના દર્દીઓને અમદાવાદ,રાજકોટ અથવા તો ભાવનગર સરકારી હોસ્પિટલમાં ધકા ખાવા પડે અને નહિંતર ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે. સરકારી સોનાવાલા હોસ્પિટલમાં જવાબદાર અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ કાયમી ડોક્ટર તરીકે બાળકોના ડોકટર, જનરલ સર્જન, હૃદયરોગના નિંષ્ણાત, ગાયનેક ડોકટરની હાલ જગ્યાઓ ખાલી છે. હાલમાં માહિતી મુજબ સી.એમ.સેતુ અંતર્ગત ખાનગી હોસ્પિટલના ડોકટર દિવસમાં બે કલાક સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે ફરજ પર આવતા હોય છે. ત્યારે અહીં સવાલએ ઉભો થાય છે કે બે કલાકની ડોક્ટરની ફરજ બાદ આવનાર દર્દી નું શુ? અનેકવાર શહેરના આગેવાનો અને લોકો દ્રારા આ મામલે રજુવાત કરેલ પણ સ્થતિ એમને એમજ રેહવા પામી છે. ગાયનેક કાયમી ડોકટર માટે ની જગ્યા છેલ્લા ૨ મહિના થી ખાલી છે. બાળ રોગ નિંષ્ણાત કાયમી ડોક્ટરની જગ્યા છેલ્લા ૩ વર્ષથી ખાલી, જનરલ સર્જન કાયમી ડોકટર માટે ૩ વર્ષથી જગ્યા ખાલી, હૃદયરોગ નિંષ્ણાત કાયમી ડોક્ટરની જગ્યા છેલ્લા ૩ વર્ષથી ખાલી છે.બોટાદ તાલુકામાં ૫૨ ગામડાઓ વચ્ચે એક માત્ર શહેરમાં સરકારી સોનાવાલા હોસ્પિટલ આવેલી છે. વર્ષોથી આરોગ્યની સમસ્યાને લઈ ગરીબ પરિવારના દર્દીઓ ડોકટર ન હોવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે. જેથી ન છૂટકે ભાવનગર, રાજકોટ અથવા તો અમદાવાદ સરકારી હોસ્પિટલમાં જવા મજબુર બને છે.

File-02-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *