ગત તા-૧૩/૦૨/૨૦૨૨ ના રોજ વહેલી સવારના રોજ એક વેગેનાર ફોર વ્હીલ ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને બેફીકરાઇ થી ચલાવી બોડી ગામે એક વૃધ્ધ માણસની સાથે ભટકાડી પોતાની ફોર વ્હીલ ગાડી સ્થળ ઉપર મુકી નાશી ગયેલ હોય જે ફોર વ્હીલ ગાડીના ચાલક વિરૂધ્ધ એકસીડન્ટ તથા પ્રોહીબીશનનો ગુન્હો રજી.કરી જેને તાત્કાલીક પકડી પાડવા બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તરફ થી આપવામાં આવેલ સુચના અન્વયે બોટાદ વિભાગીય પોલીસ અધિકારી એસ.કે.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પાળીયાદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર વાય.એ.ઝાલા તથા ટીમ દ્રારા ફોર વ્હીલ ગાડીના ચાલકને ગોંડલ મુકામે જઇ પકડી પાડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે …
તસવીર-વિપુલ લુહાર