ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી માંથી નીકળતી નર્મદાની મુખ્ય નહેર જેનું પાણી ઠેઠ કચ્છ કાઠીયાવાડ સુધી જાય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી માંથી પણ નર્મદાની મુખ્ય નહેર પસાર થાય છે અને નર્મદા ની મુખ્ય નહેરના નીચે બોડેલીના અલ્હાદપુરા થી પસાર થતી ઓરસંગ નદી પણ ત્યાંથી પસાર થાય છે ત્યારે બોડેલી નજીક અલ્હાદપુરા પાસે થી નર્મદાની મુખ્ય કેનાલના રોડ પર મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે ત્યારે વહેલી તકે આ ખાડાને પુરવામાં આવે અને એની મરામત કરવામાં આવે તેમ અહી થી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ જણાઈ રહ્યા છે જો આમ નહીં કરવામાં આવે તો અહીંથી પસાર થતાં વાહન ચાલકો ને અકસ્માતની વીતી પણ સેવાઈ રહી છે ખાડા મોટા થશે અને કેનાલ ને પણ નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે નર્મદાની મુખ્ય કેનાલ પાસેના રોડ પર પડેલા ખાડાને વહેલી તકે પુરવામાં આવે અને રીપેરીંગ કરવામાં આવે તેમ વાહન ચાલકો જોડાઈ રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર