બોડેલી નજીક પાટણા ગામ ના પાટીયા પાસે સ્પીડ બ્રેકર ને લીધે બે ડમ્પર વચ્ચે એક કાર ચબદાઈ ગઈ હતી. કાર ની આગળ જતાં ડમ્પરે બ્રેક મારતાં પાછળ થી કાર ઘૂસી ગઈ અને બિલકુલ તેની પાછળ બીજું ડમ્પર પણ કાર પાછળ ઘૂસી ગયું જેથી કાર સેન્ડવીચ બની ગઈ હતી. સદભાગ્યે કાર માં સવાર બે મુસાફરો નો આબાદ બચાવ થયો હતો. ઘટના સ્થળે પોલીસ આવી હતી. પણ કોઈ ફરિયાદ થઈ ન હતી. સ્પીડ બ્રે કર ને લીધે અકસ્માત વધ્યા છે. તંત્ર એ અકસ્માત ન થાય માટે સ્પીડ બ્રેકર મૂક્યા પણ પાટણા થી વેગા વચ્ચે 25 જેટલા સ્થળે સ્પીડ બ્રેકર હોવાથી કોઈ વાહન ધીમુ પડતું નથી અને ધીમું પડે તો પાછળ થી વાહન ની ટક્કર વાગી જાય છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


