બોડેલી છોટાઉદેપુર હાઈવે પર રોજના હજારો વાહનો પસાર થતા હોય છે અને બોડેલી થી પાવીજેતપુર હાઇવે પર વારંવાર અકસ્માતના બનાવો બનતા હોય છે ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર જોવા મળે છે ત્યારે આજે બોડેલી પાસે મેરીયા બ્રિજ પર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે
બોડેલી તરફ થી જતી ટ્રક બોડેલી મેરીયા બ્રિજ ની રેલીંગ તોડી ઉપર ચડી ગઈ હતી સદ્નસીબે ટ્રક નીચે પડતા અટકી ગઈ હતી ક્રેનની મદદથી ટ્રકને ખેંચવામાં આવી હતી ડાયવર નો આબાદ બચાવ થયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ 108 ફસાઈ હતી પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો બોડેલી થી પાવીજેતપુર હાઇવે પર રસ્તા ને લઈને વારંવાર અકસ્માત સર્જાય છે ત્યારે બોડેલી પાસે મેરીયા બ્રિજ પર ની રેલીંગ પર ટ્રક ચડી ગઈ હતી ટ્રકને ખૂબ નુકસાન થયું છે પણ ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે
સદ્નસીબે આ બનાવમાં કોઇ જાનહાનિ થઈ ન હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


