બોડેલીમાં વિવિધ જીનમાં તબક્કાવાર કપાસ ખરીદી ના મુહુર્ત થઈ રહ્યા છે ત્યારે લાભ પાંચમ ની આસ પાસ બોડેલી બજાર સમિતિમાં કપાસની જાહેર હરાજી પણ શરૂ થનાર છે. ગાંધી કોટનમાં કપાસ ખરીદીના મુહુર્તમાં એકસો ક્વિન્ટલ કપાસ આવ્યો હતો અને પ્રતિ ક્વિન્ટલ ભાવ 8001 રૂપિયા પડ્યો હતો.
નવરાત્રી પછી સતત ચાર પાંચ દિવસ પડેલા વરસાદની અસર કપાસની સીઝન પર પડી છે અને ખેતર માંથી હવે કપાસ વિલંબે નીકળશે તેથી સીઝન પણ શરૂ થવામાં મોડું થશે. તેમ. દેખાઈ રહ્યું છે. બોડેલીમાં ચારેક જીનરોએ મુહુર્ત કર્યા પછી દિવાળીમાં ગાંધી કોટને મુહુર્ત કર્યું હતું. હવે અગ્રવાલ કોટ સ્પિનમાં લાભ પંચમ આસપાસ મુહુર્ત થશે. ત્યારથી કપાસની સીઝન ચાલુ થવાની ગણતરી થઈ રહી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર