Gujarat

બોડેલી અર્બન કો-ઓપરેટિવ બેન્કનાં ૯ ડિરેકટરોની ચૂંટણીમાં ગત્ બોર્ડના ૮ ડિરેક્ટરો નો વિજય એક અપક્ષ ઉમેદવાર વિજેતા…

બોડેલીની ધી બોડેલી અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિ., બોડેલીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ૯ બેઠકોની ગઈ કાલ તારીખ ૧૭ મી જૂનના રોજ યોજાયેલી ચૂંટણીમાં નવ બેઠકો માટે ચૂંટણી મેદાનમાં ઉતરેલા ૧૪ ઉમેદવારો માટે બેંકના કુલ ૫૫૬૮ સભાસદો પૈકી ૨૯૯૪ સભાસદોએ બોડેલીની શિરોલાવાલા હાઈસ્કૂલ ની જૂની બિલ્ડીંગ ખાતે યોજાયેલ મતદાન દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું . ત્યારે  ગામમાં પ્રોકસી મતો ને લઇ ને ભારે ચર્ચા રહી હતી . સવારના સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં થયેલ મતદાન બાદ લગભગ સાડા છ વાગ્યાના અરસામાં મતગણતરી શરૂ કરવામાં આવી હતી જે લગભગ ૨૨ કલાક ચાલી હતી અને ગત આખી રાત્રિ અને આજે બપોરના સાડા ચાર વાગ્યાના અરસામાં મતગણતરી પૂર્ણ થઈ હતી.
         મતગણતરી પૂર્ણ થતા બેંકના વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નાં ૯ ડિરેક્ટરોની બનેલી પેનલમાંથી ૮ ઉમેદવારો ૧. રજનીકાંત રસિકલાલ ગાંધી ને સૌથી વધુ ૨૫૦૫ મત, ૨. કાર્તિક કુમાર દિલીપ કુમાર શાહ ને ૨૩૬૮મત, ૩. ડો. કિશોરકાંત રસિકલાલ ગાંધીને  ૨૩૨૬ મત, ૪. આકાશ કુમાર વિજયકુમાર ઠક્કરને ૨૩૧૨ મત, ૫.દિનેશચંદ્ર જીવણલાલ શાહને ૨૦૪૩ મત, ૬.      જીગ્નેશકુમાર મહેશભાઈ અગ્રવાલને ૧૯૬૩ મત,૬.  મનીષકુમાર જગદીશચંદ્ર મહેતાને ૧૮૯૬ મત અને ૮. નિતીન બાબુભાઈ શાંતિલાલ ચોક્સીને ૧૬૮૨ મત મળતા પેનલનાં આ આઠ ઉમેદવારો સાથે ચૂંટણીમાં  એકલા હાથે અપક્ષ ઉમેદવારી કરનાર ગિરીશ કુમાર રસિકલાલ શાહ (દલાલ)ને  ઝંગી ૨૧૨૬  મત મળતા અન્ય ઉમેદવારો કરતાં વધુ મતદાન તેઓને આગામી પાંચ વર્ષ માટે અર્બન બેંક ના ડિરેક્ટર  પદે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા  અપક્ષ ઉમેદવાર ગીરીશ દલાલ દ્વારા સૌ મતદારો નો હાદિક આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે ગત બોર્ડનાં ડિરેક્ટરોની બનેલી પેનલ પૈકી ના ઉમેદવાર દર્પણ હરેશકુમાર શાહ  ની કારમી હાર થઈ હતી તેમજ અન્ય ૪ અપક્ષ ઉમેદવારોમાં રાકેશકુમાર કૃષ્ણાલાલ ગાંધી, જયેશભાઈ ચંદુલાલ ગાંધી, વિનાબેન રાકેશકુમાર ગાંધી અને અકબરહુસેન સુલતાનજી
પ્યારથી ને વિજેતા ઉમેદવારો કરતા ઓછા મળતા તેઓનો પરાજય થયો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *