ડીસે. બોડેલી પંથકમાં આવેલી એમ.ડી.આઇ નામની એક નામાંકિત શાળા જેમાંથી ગામના વધારે પડતા નગરજનોએ પોતાના અવસર ભવિષ્ય માટેનો લાભ લીધો છે ત્યારે એ જ હેતુસર પ્રાથમિક કક્ષાના ધો.૦૧ થી ૦૮ વિદ્યાર્થી– વિદ્યાર્થીનીઓ ના વાલીશ્રીઓ ને આમંત્રણ આપી મોલાના શબ્બીર સાહેબ, મોહસીનઅલી બાવા, મૌલાના ઇમરાન ના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોલાના શબ્બીર સાહેબે અરબી શબ્દ ઇકરા દ્વારા શિક્ષણની મહત્તા વિસ્તાર પૂર્વક લોકોના સમક્ષ મૂકી હતી. જ્યારે ખત્રી વિદ્યાલયના આચાર્ય સાહેબ દ્વારા ઉપસ્થિત વાલીઓ ને શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવા આહવાન કર્યું હતું. જ્યારે એમડીઆઇના આચાર્ય પઠાણ શહેનાઝબેન દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણની ઝ્ખના કયા પ્રકારે વધે તેના વિશે માહિતી આપી આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે વાલીઓમાં અનેરો ઉત્સાહ સાથે બાળકોના શિક્ષણ પ્રત્યે દરેક સમયે તત્પર રહેશે તેવા અનેક વચનો આપી કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


