છોટાઉદેપુર મુકામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે જિલ્લાના વિવિધ વિભાગોના 131 કરોડના ખર્ચે 70 જેટલા કામોનું ઇ લોકાર્પણ અને ખાદમૂહર્ત કરવામાં આવ્યું.જેમાં બોડેલી ગામની મધ્યમાં આવેલ બોડેલી કન્યાશાળાના વર્ષો જુના ઓરડાઓ જર્જરિત થતા શાળાના આચાર્ય દ્વારા શાળાના જર્જરિત ઓરડા ઉતારી પાડવાની મંજૂરી મેળવવાની કાર્યવાહી કરવામાં આવી અને કચેરી દ્વારા તેને ઉતારી નાખવાની મંજૂરી મળતા તેની સામે સરકાર દ્વારા ૬૬.૭૨ લાખના ૯ ઓરડા મંજુર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આ નવીન બિલ્ડીંગના કામ શરૂ કરવામાં ઘણી અડચણો આવી હતી ત્યારે ગામના સરપંચ એવા કાર્તિકભાઈ શાહ દ્વારા MLA અભેસિંહભાઈ તડવી ને રજુઆત કરતા તેઓ દ્વારા સીધી જે તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબના આદેશથી બોડેલી કન્યાશાળાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આજે એ જ નવીન બિલ્ડીંગનું કામ પૂર્ણ થતાં હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા છોટાઉદેપુર મુકમેથી ઇ લોકાર્પણ કરવામાં આવ્યું.એક મુખ્યમંત્રી દ્વારા કામ શરૂ કરાવવામાં આવ્યું અને બીજા મુખ્યમંત્રી દ્વારા તે કામનું લોકાર્પણ કરાતા શાળા પરિવાર અને ગામલોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
બોડેલી કન્યાશાળાના નવિન બિલ્ડીંગનું મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


