બોડેલી ની અતિ જર્જરીત નર્મદા કોલોની ના ક્વાટરો માં જીવના જોખમે રેહતા ભાડુંઆત પરિવારો આ કોલોની ની ઇમારતો એટલી બધી જર્જરિત છે કે તે આજે પડે કાલે પડે તેવો હાલત માં છે અને નર્મદા નિગમ દ્વારા રહીશો ને કવાટર્શ ખાલી કરવા નોટિસ પણ આપી હોવાનું નર્મદા નિગમ ના અધીકારી જણાવી રહ્યા છે
બોડેલી ના ખેરવા રોડ પર આવેલ નર્મદા કોલોની જેતે સમયે નર્મદા કેનાલ ને ડેમ નું નિર્માણ થઈ રહ્યું હતું તે સમયે અદાજીત સને.1980ની સાલ માં નર્મદા નિગમ ના કર્મીઓ ને રહેવા માટે બનાવેલી નર્મદા કોલોની માં હાલ નર્મદા નિગમ માં નોકરી કરતા ભાગ્યેજ કોઇ કર્મી રહેતા હસે પરંતુ નર્મદા નિગમ ના સત્તાધીશો દ્વારા આ સરકારી મિલકત ને સરકારી કર્મચારીઓ ને ભાડે આપવાનુ નક્કી કરવામાં આવ્યું હતુ અને આ નર્મદા કોલોની ના બ્લોક માં અનેક ભાડુંઆત આવ્યા અને તેમાં અનેક જેટલાપરિવારો રહેતા હતા હાલ ત્યાં અનેક બિલ્ડીંગો જર્ચરિત હાલતમાં જોવા મળી રહી છે ત્યારે બોડેલી ખાતે અતિ જર્જરીત હાલતમાં જોવા મળી રહેલા નર્મદા કોલાની ના ક્વાટરો માં જીવના જોખમે રહેતા ભાડુઆતો મોટી હોનારત સર્જાય તો તે પરિસ્થિતિ માં જવાબદાર કોણ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

