એક તરફ દીપાવલીના તહેવાર શરૂ થઈ ગયા છે ત્યારે બોડેલી, ઢોકલીયા અને અલીપુરા સહિતના વિસ્તારોમાં બજાર માં ખરીદી અર્થે ગ્રાહકોની ભીડથી ભરચક જોવા મળી રહી છે ત્યારે બોડેલી, ઢોકલીયા અને અલીપુરા વિસ્તરોમા રખડતા પશુના જમાવડો કરતા વાહનચાલકો તેમજ રાહદારીઓ હેરાન પરેશાન થયા છે તદુપરાંત રસ્તાની માધ્યમ આટલી મોટી સંખ્યામાં પશુઓની વચ્ચે વાહનચાલકો અને રાહદારીઓ પણ ભયના ઓથાર તળે રસ્તા પરથી પસાર થવા મજબુર બન્યા છે જ્યારે પશુઓના અડિંગોને લઈ ટ્રાફિક જામ દ્રશ્યો પણ સામે આવ્યા છે તંત્ર પાસે પશુ પકડવા માટે પશુ ડબ્બો જ નથી અગાઉ પણ નગરના મુખ્ય માર્ગ પર પશુઓની લડાઈના અનેક દ્રશ્ય સામે આવ્યા છે છતાં તંત્ર કુંભકરણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે પશુ ડબ્બાની વ્યવસ્થા કરે અને જો કોઈ માલિક ન હોય રખડતા પશુઓને પશુ ડબ્બામાં પુરે તેવી માંગ ઉઠવા પામી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર