બોડેલી તાલુકાના ચારોલા ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આર સી સી રોડ બનાવવામાં આવ્યો હતો આ રોડની કામગીરીમાં રોડની બંને સાઈડે માટી પુરાણ બાકી હતું જેની ગ્રામજનો એ રજૂઆત કરતા તેના સમાચાર માં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર સફાળું જાગ્યું હતુ અને ચારોલા ગામમાં બનાવવામાં આવેલ આરસીસી રોડને બંને સાઈડે માટી નાખી પુરાણ ચાલુ કરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અવારનવાર રજૂઆતો કરવા છતાં આ રોડ બનતો ન હતો અને સંદેશ અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્રએ જે તે કોન્ટ્રાક્ટરને જાણ કરી રોડની આસપાસ માટી પુરાણ નું કામ ચાલુ કરાવતા અહીંથી અવરજવર કરતા વાહન ચાલકોમાં આનંદની લાગણી જોવા મળી હતી હાલ રોડની બંને બાજુએ માટી નાખી દેવામાં આવી છે જેને હજી પાથરવાની બાકી હોય કામગીરી ત્યાં ચાલતી જોવા મળી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


