Gujarat

બોડેલી તાલુકાના જબુગામ વિસ્તારમાં ઓરસંગ કાંઠા વિસ્તારમાં સંરક્ષણ દિવાલ બનાવવામાં લોક માંગ

બોડેલી તાલુકાના જબુગામ સહિત ઓરસંગ નદીના કાંઠે આવેલા ખેતરોનુ ચાલુ વર્ષે અતિભારે વરસાદથી ઘોડાપૂર આવતાં તેમજ આડેધડ રીતે ખનન માફીયાઓ દ્વારા નદીમાંથી રેતી ઉલેચવાથી પાણીનો પ્રવાહ ફંટાતા કાંઠા વિસ્તાર ઉપર બનાવવામાં આવેલી સંરક્ષણ દિવાલ તેમજ તેની બાજુમાં વડ પાસેનો ખડીયાક રસ્તો ધોવાણ થવાથી આ વિસ્તારના લોકો ખેડૂતો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે બોડેલી તાલુકાના જબુગામ વિસ્તારમાં ઓરસંગ કાંઠા વિસ્તારમાં સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી હતી ત્યારે ચાલુ વર્ષે ઉપરવાસમાં પડેલા અતિભારે વરસાદથી ઓરસંગ નદી ભયજનક સપાટી ઉપર વહેતા ઘોડાપુરથી તેમજ ખનન માફીયાઓ દ્વારા આડેધડ ખોદકામ કરતાં નદીનો પ્રવાહ ફંટાતા જબુગામથી વાંટા જવાના નદી કાંઠાના ખડીયાક રસ્તાનું ઉંચાઈ સાથે વીસ ફુટ ઉપરાંતનું ભેખડ સાથેનું ધોવાણ થયું હતું આથી મુંગા પશુઓને નદીમાં પાણી પીવા આવવા જવા માટે ખેડૂતોના સાધનો ટ્રેક્ટર મોટરસાયકલ તેમજ વટેમાર્ગુઓને જઈ શકવા અસંભવ થયા છે સત્તાવાળા દ્વારા આ પડી ગયેલી દિવાલ તેમજ રસ્તાને પુનઃ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી છે છેલ્લા પાંચ,સાત વર્ષના ગાળા દરમ્યાન નદી કાંઠાની અનેક હેક્ટર ખેતી લાયક પિયત એવી લાખોના ભાવની જમીનનું વર્ષો વર્ષ ધોવાણ થઈ રહ્યું છે જબુગામથી ઓરસંગ નદીના સામા કાંઠે પહોંચવા માટે જે નદીમાં ખડીયાક ચીલો છે જેનું વીસ ફુટ ઉપરાંતનું રેત ખનન માફીયાઓ દ્વારા આડેધડ ખોદકામ દરમિયાન રસ્તો સંપૂર્ણ તુટી ગયો છે જબુગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની વારંવારની આ રસ્તા પર કોઝવૅ અથવા પુલ બનાવવાની માગણી પણ સંતોષાતી નથી જબુગામ ઓરસંગ નદી કાંઠે આવેલા બસો વર્ષ પુરાણા સોઢળબાવાના નામથી પ્રસિદ્ધ એવું ઘટાદાર વૃક્ષ છે વિસામા તરીકે ઉત્તમ સ્થળ છે તેનું અસ્તિત્વ પણ આ ધોવાણને કારણે જોખમાયું છે ત્યારે વહેલી તકે સરક્ષણ દિવાલ બનાવવા લોકમાં ઉઠી છે

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221118-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *