Gujarat

બોડેલી તાલુકામાં ઘેટાં બકરાની માફક મુસાફરોને બેસાડી જીવના જોખમે સવારી નો વિડિઓ સોસીયલ મીડિયામાં  થયો વાઇરલ

બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં સબંધિત તંત્રના નાક નીચે ગેરકાયદેસર વહન કરતા વાહનો રાફડો ફાટ્યો હોઈ તેમ લાગી રહ્યું છે ત્યારે બોડેલી તાલુકામાં ઘેટાં બકરાની માફક મુસાફરોને બેસાડી જીવના જોખમે સવારી નો વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થયો છે
છોટાઉદેપુર જિલ્લામાં અગાઉ પણ જીવના જોખમે સવારીના અનેક વિડિઓ વાઇરલ સામે આવ્યા છે ત્યારે બોડેલી તાલુકામાં વધુ એક વિડિઓ સામે આવ્યો છે જેમાં એક ખાનગી વાહનમાં ખીચોખીચ ઘેટાં બકરાની માફક જીવના જોખમે મુસાફરો સવારી કરી રહ્યા છે
 આ વિડિઓ બોડેલીના ઓરસંગ પુલ પરનો હોવાનું લાગી રહ્યું છે ત્યારે સબંધિત તંત્રના  નાક નીચે ગેરકાયદેસર ખાનગી વાહનો દોડાદોડ કરી રહ્યા છે જ્યારે નગરના અનેક ચાર રસ્તાઓ સહિત મુખ્ય રસ્તાઓ પર પોલીસના ખોફ વગર ગાડીઓ ઉભી રાખે છે તેમ છતાં સબંધિત તંત્ર
 કોઈ કાર્યવાહી ન કરતી હોવાની લોકોમાં ચર્ચા જાગી છે ત્યારે નગરમાં છોટાઉદેપુર – વડોદરા  દોડતી ખાનગી લકઝરી બસોમાં પણ ખીચોખીચ મુસાફરોને બેસાડી વહન કરાવી રહ્યા છે તો બીજી તરફ સરકારી એસટી બસની સુવિધાનો અભાવ હોય તેમ આ તસવીર પર થી લાગી રહ્યું છે જો કઈ આપ્રિય ઘટના બનશે તો જવાબદાર કોણ ? તેવા પણ સવાલો ઉભા થયા છે હવે સબંધિત તંત્ર ગેરકાયદે ખાનગી વાહનો સામે શુ કાર્યવાહી કરે છે કે પછી સબંધિત તંત્ર માત્રને માત્ર તમાશો જોવે છે તે જોવું રહ્યું
બોક્સ
 પર્વને લઈ લોકો બહાર ગામ અવર જવર વધુ કરતા હોય છે તદુપરાંત વિધાર્થીઓ વેકેશન હોઈ લોકો સગા સંબંધીના વેકેશન અર્થે જતા હોય છે ત્યારે વધુ ભીડના કારણે લોકો ખાનગી લકઝર અથવા ખાનગી વાહનોનો સહારો લે છે ત્યારે ભારે ભીડની અવર જવરના કારણે ખાનગી ચાલકોને ઘી કેળા થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે સરકારી બસના ભાડા કરતા ખાનગી વાહન ચાલકો વધુ અને બેફામ પૈસા મુસાફરો પાસેથી લેતા હોવાની બમ પણ ઉઠવા પામી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221029-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *