Gujarat

બોડેલી તાલુકા ના વિસાડી ગામ પાસે હાઇવે રોડ તરફ નમેલું કાસદ નું વૃક્ષ વાહનચાલકો માટે જોખમી

અનેક મોટા વાહનો ના કેબીનો અડી જાય છે અને આ નમેલા વૃક્ષ ને નજીક આવી જોઈ જતા  વાહન ચાલકો એક દમ રોંગ સાઈડ જતા હોય અકસ્માતનો ભય
બોડેલી થી પાવાગઢ ને જોડતા નેશનલ હાઈવે ઉપર રાત દિવસ  હજારો વાહનોની અવર જવર એક મિનિટ માટે બંધ નથી રહેતી તેવા હાલોલ બોડેલી નેશનલ હાઇવે ઉપર બોડેલી તાલુકા ના વિસાડી ગામે રોડ તરફ નમેલું કાસદ નું વૃક્ષ એક તરફ નમેલો હોય વાહનચાલકો માટે જોખમી જોવા મળી રહ્યું છે
     અનેક મોટા વાહનો ના કેબીનો અડી જાય છે અને આ નમેલા વૃક્ષ ને નજીક આવી જોઈ જતા  વાહન ચાલકો એક દમ રોંગ સાઈડ જતા રહે છે અને તેના પગલે સામે થી આવતા વાહન ચાલકો ને જીવ જોખમમાં મુકાય છે
    જાણવા મળ્યા મુજબ હાલોલ બોડેલી નેશનલ હાઇવે ઉપર બોડેલી તાલુકા ના વિસાડી ગામે રોડ સાઈડ કાસદ નું એક વૃક્ષ નમી ગયુ છે જેને લઈ રોજ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે કારણ કે આ નમેલા વૃક્ષ માં મોટા ટ્રેલરો અને ભાર દાર વાહનો ના કેબીનો અને સાઈડ ની પટ્ટીઓ અડી જાય છે અને કેટલાક વાહન ચાલકો આ નમેલા વૃક્ષ ને નજીક જઇ જોઈ જાય છે અને એકદમ રોંગ સાઈડ ગાડી ફેરવી દે છે જેને લઈ સામેથી આવતા વાહન ચાલકો નો જીવ જોખમ માં મુકાય છે જેથી લાગતા વળગતા અધિકારીઓ આ અંગે યોગ્ય નિર્ણય લઈ આ જોખમી વૃક્ષ ને દૂર કરે તેમ લોકો માંગ કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220411-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *